કોડીનાર તાલુકાના આલીદર ગામે કદાવર સિંહનું વાડીના મકાન ઉપર ફોટોસેશન

0

કોડીનાર તાલુકાના આલીદર ગામે એક કદાવર સિંહ ગામમાં બિન્દાસ લટાર મારી હતી અને અનેક લોકોએ તેનો વિડિયો અને ફોટા પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ત્યાં ફરી સિંહે આલીદર ગામના પાદરમાં આવેલ ખેડૂતની વાડીના છાપરા ઉપર ચડી પોતાનું શક્તિ પ્રદર્શન યોજ્યું હતું અને લોકોએ તેના ફોટા-વિડિયો પાડી વાયરલ કર્યા હતા. આલિદર ગામે એક સિંહ ધોળા દહાડે વાડીના ખોરડા ઉપર ચડી જતા લોકોને સિંહ દર્શનનો અનોખો લ્હાવો મળ્યો હતો. આલીદાર ગામના લોકો આ ઘટનાને વરસાદની આગાહી સાથે જાેડી રહ્યા છે. એક જાણીતી વાયકા છે કે, ટીટોડી જમીન ઉપર ઈંડા મૂકે તો વરસાદ ઓછો થશે તેમ મકાન ઉપર ઈંડા મૂકે તો ભારે વરસાદ થવાની શક્યતા વધુ રહે છે. તે મુજબ તાજેતરમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં આ સિંહ મકાન ઉપર ચડી જતા ભારે વરસાદ પડવાની આગાહી સાચી પડશે તેમ માનવામાં આવી રહ્યું છે.

error: Content is protected !!