મોટા આસોટામાં ડૂબીને લાપતા બનેલા શ્રમિકનો આખરે મૃતદેહ મળ્યો

0

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રહેતા અને એક ખેડૂતને ત્યાં રહી અને મજૂરી કામ કરતો રમણીક નામના આશરે ૪૫ વર્ષના એક પરપ્રાંતિય યુવાન સોમવારે આ વિસ્તારમાં આવેલા પાણી ભરેલા ઊંડા ખાડામાં પડ્યા બાદ લાપતા બન્યો હતો. આ અંગે ફાયર ટીમ તથા એ.ડી.આર.એફ. દ્વારા તેની વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તેનો પતો લાગ્યો ન હતો. ઊંડા તળાવ જેવા ખાડાના કાદવમાં ખૂંપી ગયેલા આ યુવાનનો મૃતદેહ ગઈકાલે સાંજે ફૂલી ગયેલી હાલતમાં પાણી ઉપર તરી આવતા સ્થાનિક રહીશોએ આ મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ અંગેની કામગીરી કરવામાં આવી હતી. આ પ્રકરણ અંગે વધુ કોઈ વિગત બહાર આવી નથી.

error: Content is protected !!