બિલખાની મેઈન બજારમાં રખડતો દિપડો પાંજરે પુરાતા લોકોમાં રાહત

0

બિલખાના ગીચ વિસ્તારમાં આવેલ અપ્સરા શેરીમાં દિપડો સવારના પાંચ થી છ વાગ્યાની વચ્ચે છેલ્લા બે દિવસથી આંટા મારતો હોય જેની જાણ જંગલખાતાને કરતા જંગલખાતામાં ફરજ બજાવતા રણસીવાવ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર એ.પી. દોકલ તેમજ આરએફઓ જે.એમ. મયાત્રા તેમજ ટેકર સફિનભાઈ બ્લોચે તાત્કાલીક અસરથી ઝડપી પગલા લઈ પાંજરૂ મુકી દિપડો પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેના પરિણામે દિપડો બે દિવસમાં જ પાંજરે પુરાયો હતો. આ જંગલખાતાની સરાહનીય કામગીરીને લોકો દ્વારા બિરદાવામાં આવી રહી છે.

error: Content is protected !!