આઈઆઈટી-એનઆઈટીનાં પ્રવેશ માટે લેવાતી JEE-૨૦૨૨ નાં પરીણામોમાં ‘પાવર હાઉસ’ બનતી મોદી સ્કુલ

0

દેશની શ્રેષ્ઠ એન્જીનીયરીંગ કોલેજાે એવી આઈઆઈટી માટેનાં પ્રવેશ માટે સૌથી કઠીન ગણાતી એવી JEE Main નાં જાહેર થયેલ પરીણામમાં મોદી સ્કુલનાં વિદ્યાર્થીઓએ બેસ્ટ રીઝલ્ટ મેળવી સૌરાષ્ટ્રનાં JEE નાં પરીણામમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. મોદી સ્કુલનાં વિદ્યાર્થી સિંઘવ મીતે ૯૯.૮૬ પીઆર સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. તેની સાથે મોદી સ્કુલનાં ૧૯ વિદ્યાર્થીઓએ JEE ની કઠીન ગણાતી પરીક્ષામાં ૯૯ પીઆર ઉપર મેળવ્યા છે. આ ઉપરાંત ૯૮ પીઆર ઉપર ૪૦ વિદ્યાર્થીઓ, ૯પ પીઆર ઉપર ૭૬ વિદ્યાર્થીઓ તથા ૯૦ પીઆર ઉપર ૧૧૩ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જે સૌરાષ્ટ્રની કોઈપણ સ્કુલ તથા કોચીંગ કરતા વધુ સંખ્યા છે. આ પરીણામમાં ફીઝીકસ જેવા કઠીન વિષયમાં ૩ વિદ્યાર્થીએ ૧૦૦ સાથે પુરા ગુણ મેળવીને ઓલ ઈન્ડીયા ફર્સ્ટનું સ્થાન મેળવીને વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરી છે. આ જવલંત પરીણામે ફરી મોદી સ્કુલીંગ સીસ્ટમની JEE/NEET/GUJCET,CA જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠતા સાબિત કરી છે તથા સૌરાષ્ટ્રભરની કોઈપણ સ્કુલ તથા કોચીંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.
આ ઉજજવળ પરીણામ માટે વિદ્યાર્થીઓએ મોદીસર તથા હિતસરનું સચોટ માર્ગદર્શન, નિયમીત JEE (Main + Advance) પેટર્નની પરીક્ષાઓ, ચેપ્ટર વાઈઝ પ્રિવીયર્સ યીયર્સ કવેશ્ચન સાથેનાં મોડલ તથા કોરોનાકાળ દરમ્યાન પણ કંટીન્યુન્સ મેન્ટરશીપ દ્વારા આ પરીણામ શકય બન્યું છે. ચાલુ વર્ષે બે એન્ટેમ્પટમાં લેવાનાર JEE Mainsની પરીક્ષામાં જુનમાં લેવાયેલ ફસ્ટર્ટ એન્ટેમ્પટમાં જ વિદ્યાર્થીઓએ ગત વર્ષ કરતા વધુ સંખ્યામાં ઉચ્ચ પરીણામ મેળવેલ છે. તથા હવે આ જ વિદ્યાર્થીઓ આટલી બહોળી સંખ્યાનાં સ્પર્ધાત્મક માહોલ સાથે જુલાઈનાં સેકન્ડ એટેમ્પટ તથા JEE Advanceની તૈયારી કરી રહયા છે. ગત વર્ષે પણ JEE Mains ૨૦૨૧ માં મોદી સ્કુલનાં ૯૯ પીઆર ઉપર ૧૦ વિદ્યાર્થીઓ, ૯૮ પીઆર ઉપર ર૪, ૯પ પીઆર ઉપર પર, ૯૦ પીઆર ઉપર ૧૧ર વિદ્યાર્થીઓ સાથે JEE Mainsમાં રેકર્ડ બ્રેક પરીણામ મેળવ્યું હતું. આ ઉપરાંત ર૪૦ વિદ્યાર્થીઓ JEE Advance માટે કવોલીફાઈડ થયેલ હતાં. ગુજરાતની શ્રેષ્ઠ એન્જીનીયરીંગ કોલેજાેમાં પ્રવેશ માટે લેવાતી GUJCET-2022 તથા ગુજરાત બોર્ડ-ર૦રરની પરીક્ષામાં પણ મોદી સ્કુલનાં વિદ્યાર્થીએ સમગ્ર ગુજરાતમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બોર્ડ ટોપ-૧૦માં ૮-૮ વિદ્યાર્થીઓ તથા સાયન્સ મેરીટ એ-૧ ગ્રેડમાં ૪પ વિદ્યાર્થીઓ, ૯૯ પીઆર ઉપર ગુજકેટમાં પ૩ વિદ્યાર્થીઓની બહોળી સંખ્યા સાથે વિદ્યાર્થીઓ માટે ગુજરાતની શ્રેષ્ઠ એન્જીનીયરીંગ કોલેજ જેમ કે DAIICT, Nirma, PDPUના પ્રવેશની તકો ઉજળી બનાવી છે. વર્ષ ર૦ર૧માં મોદી સ્કુલનાં ૧૧ વિદ્યાર્થીઓએ આઈઆઈટીમાં, ૧૧ વિદ્યાર્થીઓ નીટમાં, ૭ વિદ્યાર્થીઓએ આઈઆઈઆઈટીમાં, ૧૩ વિદ્યાર્થીએ ડીકેટમાં એમ કુલ મળીને દેશ તથા ગુજરાતની ટોચની એન્જીનીયરીંગ કોલેજાેમાં ૧૬૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને મોદી સ્કુલનાં માધ્યમ થકી પોતાની ઉજજવળ કારકિર્દી બનાવેલ છે. આ ઉપરાંત મેડીકલ-પેરામેડીકલમાં પ્રવેશ માટે લેવાતી નીટ (યુજી)-ર૦ર૧માં પણ સ્કુલે આવા જ શ્રેષ્ઠ પરીણામો આપેલ છે. જેમાં ૬૦૦ પ્લસ માર્કસ ધરાવતા ર૦ વિદ્યાર્થીઓ, પપ૦ પ્લસ માર્કસ ધરાવતા ૪૮ વિદ્યાર્થીઓ, પ૦૦ પ્લસ માર્કસ ધરાવતા ૭૮ વિદ્યાર્થીઓ સાથેનું એકસ્ટ્રા ઓર્ડીનરી રીઝલ્ટ મેળવેલ છે. આ શ્રેષ્ઠ પરીણામનાં કારણે વર્ષ ર૦ર૧માં કુલ ૧પર વિદ્યાર્થીઓએ એમબીબીએસમાં પ્રવેશ મેળવેલ છે જેમાં ૪૬ વિદ્યાર્થીઓ ફ્રી સીટમાં તથા ૩ર વિદ્યાર્થીઓએ જનરલ મેરીટમાં પ્રવેશ મેળવેલ છે. ધો. ૧૧ તથા ૧ર સાયન્સ જી (મેઈન-એડવાન્સ), નીટ, ગુજકેટ જેવી કોમ્પેટીવ એકઝામનાં વર્ષોવર્ષ ઉચ્ચ પરીણામ અંગે મોદી સ્કુલનાં સંસ્થાપક ડો. આર.પી. મોદી સરે આ સફળતા અંગે જણાવ્યું કે અમો ૩પ વર્ષથી સૌરાષ્ટ્રનાં વિદ્યાર્થીઓની શિક્ષણ પધ્ધતિ, ઘરનાં વાતાવરણ તથા તેઓનાં એજયુકેશન કલ્ચરને સમજીએ છીએ. જેનાં કારણે શ્રેષ્ઠ પરીણામો શકય બને છે. હાલમાં ફાઉન્ડેશન, જી (મેઈન-એડવાન્સ) તથા નીટ માટે ૧૦ આઈઆઈટી ટીમ, ૪ નીટ ટીમ સાથે કુલ પપ ફેકલ્ટીની મોટી ટીમ કાર્યરત છે. જેમાનાં ર૭ ફેકલ્ટી તો આઉટ સ્ટેટનાં છે. ગુજરાત અને આઉટ સ્ટેટનાં ફેકલ્ટીની ટીમ તથા મોદી સ્કુલ મેનેજમેન્ટની સૌરાષ્ટ્ર સાયન્સનાં વિદ્યાર્થીઓનાં માનસપટને સમજવાની ક્ષમતાનાં કારણે આવા શ્રેષ્ઠ પરીણામો મોદી સ્કુલ મેળવી રહી છે. રાજકોટ તથા જામનગર શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ માટે તો બરાબર પણ સૌરાષ્ટ્રનાં અંતરીયાળમાં રહેતા ગામડાનાં ઉચ્ચ બૌધ્ધિક ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે મોદી બોર્ડીંગ સ્કુલ આર્શિવાદ સ્વરૂપ છે. બોર્ડીંગ સ્કુલનું શાંત વાતાવરણ, શિક્ષણ માટેનું શ્રેષ્ઠ આયોજન, રીડીંગ લાઈબ્રેરી તથા ડાઉબ્ટ કાઉન્ટર, મોબાઈલ તથા સોશિયલ મીડિયાનાં પ્રદુષણોથી દૂર કુદરતી વાતાવરણ અને હોંશિયાર વિદ્યાર્થીઓ વચ્ચેની હરીફાઈનું તત્વ સૌરાષ્ટ્રભરમાં આવા હોંશિયાર વિદ્યાર્થીઓને પોતાની ઉચ્ચ કારર્કીદીનાં ઘડતર માટેનો મજુબત પાયો પુરો પાડે છે. મોદી સ્કુલનાં શ્રેષ્ઠ પરીણામ બદલ સ્કુલનાં સંસ્થાપક ડો. આર.પી. મોદી સર, પારસ સર, હેત સર તથા ધવલ સરે બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે તથા સારી કારર્કિદી બનાવીને સ્કુલ તથા મા-બાપનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી છે. આ ઉપરાંત સ્કુલનાં આવા કપરા કોરોનાકાળ દરમ્યાન પણ ફેકલ્ટી ટીમનાં સતત માર્ગદર્શન દ્વારા મેળવેલ પરીણામને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે.

error: Content is protected !!