જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેઘરાજાની અવિરત વર્ષા

0

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં આજે પણ સવારથી જ મેઘરાજાની અવિરત વર્ષા થઈ રહી છે. અને આકાશ ઘટાટોપ વાદળોથી છવાયેલું રહયું છે. મલકતી ચાલે મેઘરાજા સોરઠની ભૂમિ ઉપર હેત વરસાવી રહયા છે. અને છુટોછવાયો વરસાદ સતત પડી રહયો છે. આજે એક તરફ ગુરૂપૂર્ણિમાનો અવસર હોય ઠેર ઠેર ગુરૂપૂજનનાં કાર્યક્મો યોજાઈ રહયા છે ત્યારે ગુરૂવંદના કરવા માટે પણ આજે મેઘવર્ષા સતત થઈ રહી છે. જૂનાગઢ શહેરનાં રમણીય સ્થાન એવા નરસિંહ મહેતા સરોવર ફરીવખત છલકાઈ ગયું છે અને શહેરીજનોમાં આનંદની લાગણી છવાઈ છે. આજે સવારે પુરા થતાં ર૪ કલાક દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકાનાં પડેલા વરસાદ અંગે જાેઈએ તો કેશોદ પ૭ મીમી, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય ૩૦-૩૦ મીમી, ભેંસાણ ૧૬ મીમી, મેંદરડા ૭૩ મીમી, માંગરોળ ૧૩ મીમી, માણાવદર ર૮ મીમી, માળીયા હાટીના ૪૮ મીમી, વંથલી ૩૯ મીમી અને વિસાવદર ૮૦ મીમી વરસાદ નોંધાયો છે. જયારે આજે સવારે ૮ થી ૧૦ દરમ્યાન કેશોદ ૭ મીમી, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય ૧૧-૧૧ મીમી, ભેંસાણ ૧૪ મીમી, મેંદરડા ૧૯ મીમી, માંગરોળ ૯ મીમી, માળીયા હાટીના ૧૦ મીમી, વંથલી ૧૭ મીમી અને વિસાવદર ર૮ મીમી વરસાદ પડયો છે.

error: Content is protected !!