જૂનાગઢમાં જલારામ સોસાયટી વિસ્તારમાં નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસે રીધી ટાવરમાં રહેતા દીપેનભાઈ જાેશીના ૧૩ વર્ષીય પુત્ર મનન જાેશી શનિવાર રાત્રે ઘરેથી થોડીવાર માટે આવવાનું કહી ચાલ્યા ગયા બાદ ઘરે પરત ન આવતા પરિવારજનોમાં ચિંતા છવાઈ હતી. તો બીજી તરફની આશંકાને પગલે પરિવારજનો એ-બી ડિવિઝનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પીઆઈ પટેલ સહિતની ટીમ દ્વારા યુવકની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત છેલ્લા બે દિવસથી મહાનગરપાલિકા ફાયર શાખાની ટીમ દ્વારા નરસિંહ મહેતા સરોવરમાં યુવકની શોધખોળ હાથ ધરી હતી અને ગઈકાલથી એનડીઆરએફની ટીમ પણ યુવકની શોધખોળ માટે જાેડાઈ હતી. જે અંતર્ગત ગઈકાલે સાંજે તરૂણ મનનની સાયકલ નરસિંહ સરોવરમાંથી મળી આવતા એનડીઆરએફ તથા ફાયર શાખાની ટીમ દ્વારા આજે સવારથી જ વધુ શોધખોળ હાથ ધરતા મનન જાેશીનો મૃતદેહ નરસિંહ સરોવરમાંથી જ મળી આવતા એકના એક પુત્રના નિધનને કારણે પરિવારજનોમાં આભ ફાટ્યું હતું. તો બીજી તરફ મૃતક મનને જાેશીના મૃતદેહને પોલીસ દ્વારા પીએમની તજવીજ હાથ ધરવામાં આવી હતી. શનિવાર રાત્રેથી ઘરેથી ચાલ્યા ગયેલા તરૂણનો ત્રણ દિવસ બાદ નરસિંહ સરોવરમાંથી મૃતદેહ મળી આવતા તરૂણના મોતને લઈ અનેક આશંકાઓ વ્યાપી છે. ત્યારે એકના એક પુત્રના નિધનને કારણે બ્રહ્મ સમાજ તેમજ પરિવારમાં શોકનું મોજુ છવાયું છે.