દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ દ્વારા બે લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં વૃક્ષો વાવીને વનરાજી ઊભી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપક્રમે ખંભાળિયા સહિત જિલ્લા ભાગોમાં બે લાખથી વધુ વૃક્ષો વાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા આ વર્ષે ત્રણ કરોડ વૃક્ષારોપણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખના નેજા હેઠળ આ સમગ્ર આયોજનમાં કન્વીનર હિતેન્દ્રભાઈ આચાર્ય, સહ કન્વીનર અલ્પેશભાઈ પાથર, દેવાયતભાઈ ગોજીયા વિગેરે દ્વારા જિલ્લાના કાર્યકરો સાથે સંકલન સાધીને ખાસ કરીને ખંભાળિયા નજીક આવેલા ધર્મસ્થળ કામઈ ધામ પાસે તેમજ જિલ્લાના જુદા જુદા તમામ ૧૦ મંડળો દ્વારા ૧૦ વિસ્તારોમાં, સાથે પ્રાથમિક શાળાઓ, વાડી વિસ્તારો તથા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના સાથ સહકારથી વૃક્ષારોપણ, જિલ્લાની નગરપાલિકા તેમજ અહીંની જુદી જુદી સરકારી કચેરીઓના સંકલનથી આ વિસ્તારોમાં બે લાખ જેટલા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખની છે કે તાજેતરમાં ખંભાળિયા નજીક આવેલા કામાઈ ધામ ખાતેની સરકારી જમીન તથા ગૌચરની જમીનમાં પણ વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે માટે જિલ્લા ભાજપમાં મંત્રી મયુરભાઈ ગઢવી, ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, વૃક્ષારોપણના જિલ્લાના કન્વીનર હિતેન્દ્રભાઈ આચાર્ય સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિગેરે દ્વારા મુલાકાત લઇ અને આ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!