ખંભાળિયામાં જાગરણ સહિતના તહેવારોને અનુલક્ષીને પોલીસ બંદોબસ્ત વધારવા રજૂઆત

0

ખંભાળિયામાં હાલ બહેનોના વ્રત – જાગરણના તહેવારો સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવે તે અંગેની માંગ શહેર ભાજપના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા કરવામાં આવી છે. ખંભાળિયામાં હાલ મોરાકત તેમજ આગામી તારીખ ૧૫મીના રોજ જયાપાર્વતી અને તારીખ ૨૮મીના રોજ ફૂલ કાજલી- દિવાસાના જાગરણ જેવા બહેનોના તહેવારો ઉપરાંત આગામી માસમાં શ્રાવણ માસના પવિત્ર તહેવારો આવતા હોય, ખાસ કરીને જુદા જુદા પૌરાણિક મંદિરો તેમજ જાહેર માર્ગો પર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના બહેનો મહિલાઓની અવરજવર રહે છે. જેને ધ્યાને લઈ અને આવા સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીંના જાગૃત કાર્યકર અને શહેર ભાજપ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરી જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે માંગણી કરી છે.

error: Content is protected !!