ઓખા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભારે મુશ્કેલી

0

ભારે પડેલ વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવેલ વરસાદી પાણીના નિકાલ માટે ઓખા નગરપાલિકાના વિવિધ વોર્ડમાં નિરીક્ષણ માટે આવેલ પ્રાંત અધિકારી દ્વારકા, મામલતદાર દ્વારકા, ચીફ ઓફિસર ઓખા, નગરપાલિકા પ્રમુખ ઓખા, નગરપાલિકા સદસ્યઓ, નગરપાલિકાના કર્મચારીઓ સાથે તાતા કેમિકલ્સના અધિકારીઓ તમામને સાથે રાખી પ્રાંત અધિકારી દ્વારા યોગ્ય સૂચનો કરેલ હતા. તેમજ જરૂર લાગે ત્યાં તાતા કેમિકલ્સની મદદ લઈ વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવું આયોજન કરવું છે. તેમજ આપણો જિલ્લો હાલ રેડ એલર્ટમાં હોય અને વધારે વરસાદ પડે અને લોકોનું સ્થાણતર કરવાનું થાય તો કેમ કરવું, કયા કરવું અને ઉપરવાસમાંથી આવતા પાણીનો વહેલી તકે નિકાલ કેમ કરવો તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપેલ હતી અને અમુક વિસ્તારમાં જ્યાં વધારે પાણી ભરાયેલા છે ત્યાં જરૂરિયાતમંદ લોકો સુધી તાતા કેમિકલ્સની મદદથી ફ્રુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. જે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વિવિધ સ્થળે વિતરણ કરવામાં આવેલ હતી.

error: Content is protected !!