Tuesday, August 9

ઉપલા દાતાર પર્વત ઉપર ગુરૂપૂર્ણિમાના પ્રસંગની ધામધૂમથી ઉજવણી

0

જૂનાગઢ ઉપલા દાતાર પર્વત ઉપર આવેલ જમિયલશા દાતારની જ્ગ્યામાં ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે જ્ગ્યાના બ્રહ્મલીન સંતો જેવા કે પૂજ્ય પટેલબાપુ તેમજ પૂજ્ય વિઠ્ઠલબાપુની સમાધિ ઉપર જ્ગ્યાના મહંત ભીમબાપુ તેમજ દાતાર સેવકગણ દ્વારા પવિત્ર દ્રવ્યો જેવા કે દૂધ, ગંગાજળ, ગુલાબજળ, અત્તર , વિવિધ પુષ્પો, અબીલ-ગુલાલ વગેરેથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ તેમજ મંત્રોચારથી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું તેમજ વર્તમાન ગાદીપતિ પૂજ્ય ભીમબાપુનું પણ સેવકો દ્વારા ગુરૂ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વરસતાં વરસાદમાં પણ આટલી ઊંચાઈએ બહોળી સંખ્યામાં દાતાર સેવકો તેમજ ભક્તજનો ઊમટી પડ્યા હતા તેમજ તેઓએ પૂજન તેમજ દાતારબાપુના દર્શનનો લાભ લીધો હતો તેમજ પધારેલ સર્વે સેવકગણ તેમજ ભક્તજનો માટે મહંત ભીમબાપુ દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતીે. આ પ્રસંગે પધારેલા તમામ સેવકગણ તેમજ ભક્તજનોએ ભોજન પ્રસાદ તેમજ પૂજન-અર્ચન તેમજ દર્શનનો લાભ લાઈ ધન્ય બન્યા હતા.

error: Content is protected !!