Tuesday, August 9

જૂનાગઢનાં વડાલ રોડ ઓવરબ્રીજ નજીક ત્રણ અજાણ્યા છોકરાઓએ મોબાઈલની લુંટ ચલાવી

0

જૂનાગઢ શહેરનાં વડાલ રોડ ઓવરબ્રીજથી જૂનાગઢ તરફ જતા રસ્તા ઉપર બનેલા એક બનાવમાં ત્રણ અજાણ્યા છોકરાઓએ મોટર સાયકલ ઉપર બેસાડી અને મોબાઈલ ફોન ખીસ્સામાંથી કાઢી લેવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છેે. આ બનાવને પગલે ચકચાર જાગી ઉઠી છે. જૂનાગઢ તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકાનાં આંબલીયા ગામનાં વસીમભાઈ સલીમભાઈ મથુપોતરા (ઉ.વ.૩૦)એ આશરે રપ થી ૩૦ વર્ષનાં સફેદ કલરની એકસેસ મોટર સાયકલ વાળા અજાણ્યા ત્રણ છોકરાઓ વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે, તા. ૮-૭-ર૦રરનાં રાત્રીનાં ર.૦૦ વાગ્યે અમદાવાદથી આવી ફરીયાદી વડાલ પાસે ઉભેલ હોય આ દરમ્યાન એક સફેદ કલરની મોટર સાયકલ નંબર વગરની ઉપર જૂનાગઢ તરફથી અજાણ્યા ત્રણ છોકરાઓએ ફરીયાદીને તેની મોટર સાયકલ ઉપર બેસાડી સાબલપુર ચોકડી ખાતે ઉતારી દેવાનું કહી રસ્તામાં તેની મોટર સાયકલ રોકાવી ફરીયાદીનાં કપાળમાં એરગન જેવી પીસ્તોલ રાખી અને કાન મરડી તેમજ ફરીયાદીનાં ખીસ્સામાં રહેલ આઈફોન કંપની ૧ર મોબાઈલ ફોન બ્લ્યુ કલરનો રૂા. ૩૪,૯૯૯ વાળો ફોન ખીસ્સામાંથી કાઢી લઈને ફરીયાદીને રસ્તામાં ઉતારી દઈ ત્રણેય છોકરાઓ ફોન લઈ જતા રહયા હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એમ.આર. ડવ ચલાવી રહયા છે.

error: Content is protected !!