કલ્યાણપુર તાલુકાના માળી ગામે પ્રવેશતા રસ્તા ઉપર આવેલા કોઝ-વે ઉપર ગઈકાલે તાજેતરના વરસાદના કારણે પૂરના પાણીમાં એક યુવાન તણાવવા લાગ્યો હતો. જાે કે, સ્થાનિક ગ્રામ લોકોએ તેને બચાવ્યો હતો. માળી ગામના પાદરમાંથી વરસાદી પાણીના પ્રવાહમાં ડુબવા લાગતા યુવાનને સ્થાનિક લોકો દ્વારા લાકડા તથા પાઇપની મદદથી બચાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખની છે કે, ઉપરવાસના પુર તથા ભારે પાણીના કારણે થોડા સમય પૂર્વે એક યુવાન તણાઈને મોતને ભેટ્યો હતો. ત્યારે આ વખતે પણ મોટરસાયકલ સાથે નદીના કોઝ-વે ઉપરથી બાઈક સવાર બે યુવાનો તણાયા હતા. જેને ગ્રામ લોકોએ બચાવી લીધા હતા. આ પરિસ્થિતિ ઉપર આ કોઝ-વે ઉપર પુલ બનાવવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં ઉઠવા પામી છે.