અનાજ કઠોળ ઉપર પાંચ ટકા જીએસટીના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓ દ્વારા બંધ

0

સરકાર દ્વારા અનાજ, કઠોળ તથા ગોળ વિગેરે જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપર પાંચ ટકા જી.એસ.ટી. લાદવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ર્નિણયનો ઠેર-ઠેર વ્યાપક વિરોધ ઊઠવા પામ્યો છે. અનાજ કઠોળ ઉપરના પાંચ ટકા જી.એસ.ટી.ના વિરોધમાં આજરોજ શનિવારે સમગ્ર રાજ્ય સહિત આપવામાં આવેલા બંધના એલાનમાં ખંભાળિયાના વેપારીઓ પણ જાેડાયા છે. જે અંતર્ગત ખંભાળિયાના ગ્રેઈન મર્ચન્ટ એસોસિએશન, રીટેલ ગ્રેન્ડ એન્ડ કિરાણા મર્ચન્ટ એસોસિએશન તથા કેટલ ફૂડ મર્ચન્ટ એસોસિએશન તથા એફ.એમ.સી.જી. એસો.ના વેપારીઓ શનિવારે તેમના ધંધા- રોજગાર બંધ રાખીને જીએસટીનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ બંધમાં જાેડાવવા તમામ વેપારીઓને એસોસિએશનના પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી હતી. સરકાર દ્વારા અનાજ તથા કઠોળ ઉપર પાંચ ટકા જીએસટી લાગુ કરવાના વિરોધમાં આજે શનિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડનો અનાજ વિભાગ પણ ભારત બંધમાં સાથે અહીંના માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. હાલ કાળઝાળ મોંઘવારીની પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા અનાજ, કઠોળ જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ઉપર પણ જીએસટી લાદી દેતાં સમગ્ર રાજ્ય સાથે ખંભાળિયાના વેપારીઓમાં પણ વિરોધ જાેવા મળી રહ્યો છે.

error: Content is protected !!