યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરમાં એક જ દિવસમાં શ્રીજીને ત્રિવિધ મનોરથ

0

દ્વારકાધીશ જગતમંદિરમાં શ્રીજીના મનોરથ દર્શન યોજવા તે દરેક ભાવિકોનું સ્વપ્ન હોય છે. હાલના દિવસોમાં ઠાકોરજીના મનોરથ દર્શનોમાં સતત વધારો જાેવા મળ્યો છે. આજરોજ વરસાદી માહોલ વચ્ચે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીને એક જ દિવસમાં ત્રિવિધ મનોરથ યોજવામાં આવ્યા હતા. ભાવિક પરીવાર દ્વારા સવારે મંગળા આરતીથી રાજભોગ સુધી વારાદાર જયેશભાઇ પુજારી તથા નલીનભાઇ પુજારીની મદદથી ઠાકોરજીના દૈદિપ્યમાન શ્રૃંગાર સાથેના છપ્પનભોગ મનોરથ યોજાયા હતા. સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે પણ દિવ્ય શ્રૃંગાર સાથેના કુંડલા ભોગ મનોરંજનનું આયોજન કરાયું હતું. તેમજ ત્યારબાદ સંધ્યાકાળે ઠાકોરજીનો અન્નકૂટ ઉત્સવ પણ યોજાયો હતો. ત્રણેય મનોરથ દરમ્યાન ઉપસ્થિત હજારો ભાવિકોએ તેમજ ઓનલાઈનના માધ્યમથી લાખો ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.

error: Content is protected !!