જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ સી ટીમ દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામે રહેતા એક મહિલા પોતાના પાંચેક વર્ષના બાળક અને પોતાના ભાઈ સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, મહિલાના નાવડા ખાતે આજથી છ વર્ષ પહેલાં કરવામાં આવેલ હતા. પોતાનો ઘર સંસાર શરૂઆતમાં વ્યવસ્થિત ચાલતો હતો. પરંતુ બાદમાં મહિલાના પતિ દ્વારા ઘરખર્ચના રૂપિયા આપવામાં આવતા નહિ અને ત્રાસ આપવામાં આવતો હોવાથી, એકાદ દોઢ વર્ષથી પોતાના પિયર ઝાંઝરડા ખાતે આવી, રહેવા લાગેલ હતા. મહિલાનો પતિ રાજકોટ ખાતે મજૂરી કામ કરવા જતો રહેલ છે. હવે, મહિલાનો પુત્ર થોડા સમયથી બીમાર રહેતો હોય, મહિલાના પુત્રને બીમારી સબબ સર્જરી કરાવવાની હોવાથી ખર્ચ પણ વધારે હોય, માં અમૃતમ કાર્ડ ખોલાવવા માટે પતિનો થમ્બ ઇમ્પરેશન અથવા મોબાઈલમાં આવ્યો ઓટીપી જાેઈએ, જે બાબતે રાજકોટ પતિ સાથે સંપર્ક કરતા, પતિ એ રૂબરૂ આવવાની કે થમ્બ ઇમ્પરેશન અથવા મોબાઈલમાં આવ્યો ઓટીપી આપવાની બિલકુલ ના પાડી દીધી અને તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, હું માં અમૃતમ કાર્ડ કઢાવવા કોઈ મદદ કરીશ નહિ. મહિલા પોતાના પતિની આવી હરકત અને પોતાના પુત્રની સારવારના ખર્ચની ચિંતાથી મુંજાઈ હતી અને રજૂઆત કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી. ધોકડિયા, સ્ટાફના હે.કો. ભદ્રેશભાઈ, જૈતાભાઇ તેમજ સી ટીમના મહિલા એએસઆઈ મધુબેન, પો.કો. વિજેતાબેન, હર્ષાબેન, હિતેશભાઈ, સહિતની પોલીસની ટીમ દ્વારા અરજદાર મહિલાની રજૂઆત આધારે મહિલાના પતિને રાજકોટ ખાતેથી જૂનાગઢ બોલાવી, પોલીસની ભાષામાં સમજાવી, પોતાના પુત્રની સારવાર માટે મદદ કરવી, તેની જવાબદારી હોય, થમ્બ ઇમ્પરેશન અથવા મોબાઈલમાં આવ્યો ઓટીપી આપવા તૈયાર થઈ ગયેલા હતો. જેને મહિલા સાથે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે મોકલી, સિવિલ હોસ્પિટલના કર્મચારી ચિરાગભાઈ પરમાર અને અનિલભાઈના સહયોગથી તાત્કાલિક માં અમૃતમ કાર્ડ કઢાવી, મહિલાના પુત્રની સારવારનો માર્ગ મોકળો કર્યો હતો. આમ, જૂનાગઢ પોલીસની સી ટીમ દ્વારા મધ્યસ્થી થઈને અરજદાર મહિલાના પુત્રની સારવાર માટે માં અમૃતમ કાર્ડ કઢાવવા મદદ કરતા, મહિલા તથા તેના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, કુટુંબીજનોને હવે પછી પુત્રની સારવાર કરાવવા, ધ્યાન રાખવા, તકેદારી તથા સાવચેતી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. મહિલાને માં અમૃતમ કાર્ડ મળતા, તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસની સી ટીમ દ્વારા અરજદાર મહિલાને પોતાના પુત્રની સારવાર કરાવવા માં અમૃતમ કાર્ડ કઢાવવા મદદ કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.