જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકાનાં નાની ખોડીયારથી નતાડીયા ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલ ગીર કેસરી ફાર્મ હાઉસ ખાતેથી દારૂની મહેફીલ માણતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મેંદરડા પોલીસે આપેલી વિગત અનુસાર ઉપરોકત બનાવનાં અનુસંધાને મેંદરડા પોલીસ સ્ટેશનનાં હે.કો. પ્રદ્યુમનસિંહ ગોવિંદભાઈએ સુરેશ સેંધાભાઈ પ્રજાપતિ રહે. જસદણ, ગોવિંદભાઈ પોલાભાઈ કલોત્રા રહે. ગઢવાલા, સવસીભાઈ જાદવભાઈ તલસારીયા રહે. વિંછીયા, રાજેશભાઈ બળવંતભાઈ તલસારીયા રહે. વિંછીયા, લાલજીભાઈ ઉર્ફે લાલો વિનુભાઈ મકવાણા રહે. ખાંભા ગીર વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આરોપી નં. પએ પોતાના હવાલાવાળા ગીર કેસરી ફાર્મમાં અનઅધિકૃત રીતે બહારથી માણસો બોલાવી અને તમામ આરોપીઓ મહેફીલ માણતા મળી આવેલ તેમજ ઈંગ્લીશ દારૂની બોટલ લાવી આપેલ અને પરવાના વગર તમામે દારૂ પી નશો કરી મહેફીલ માણતા ઝડપાયેલ છે. તેઓની અંગઝડતીમાંથી અલગ-અલગ કંપનીનાં પાંચ મોબાઈલ, ફોરવ્હીલ, ઈંગ્લીશદારૂની અધુરી બોટલ સહિતનો કુલ રૂા. ૧,૧પ,ર૦૦નો મુદામાલ ઝડપી લઈ તેમના વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ મેંદરડા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ કે.એમ. મોરી ચલાવી રહયા છે.
કેશોદ : અગાઉનાં મનદુઃખે હુમલો : સામસામી નોંધાઈ ફરીયાદ
જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે અગાઉનાં મનદુઃખ સબબ ફોર વ્હીલ માથે નાંખી અને મારી નાખવાનો પ્રયાસ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાનાં બનાવમાં સામે પક્ષે પણ છરી, ધોકા, લાકડા સહિતથી હુમલો કરી માર મારવા અંગેનો બનાવ બનતા બંને પક્ષોની સામસામી ફરીયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કેશોદનાં ઈન્દીરાનગર શેરી-રમાં રહેતા વસંતભાઈ અમૃતલાલ રાઠોડે આ કામનાં આરોપી અવિનાશ કરશનભાઈ પરમાર, અલ્પેશ ઉર્ફે અપુ કરશનભાઈ પરમાર અને વિપુલ વજુભાઈ ડોડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીની પત્ની અમૃતા ઉર્ફે સરોજની સાથે આ કામના આરોપી નં. ૧ને આડાસંબંધ હોય જેથી ફરીયાદીની પત્ની કેશોદ છોડી છેલ્લા ત્રણેક મહીનાથી રીસામણે જતી રહેલ હોય જે બાબતેનું મનદુઃખ રાખી આ કામના ત્રણેય આરોપીઓએ મળી આરોપી નં. ૧ની ફોરવ્હીલ જીજે-ર૧-એકયુ પ૦પ૦વાળી ચલાવી આવી આરોપી નં.ર અને ૩ બાજુમાં બેસી આ કામનાં ફરીયાદી તથા તેમનાં નાના ભાઈ સાહેદ બંને જણા તેની મોટર સાયકલ લઈ જતા હોય તેઓ બંનેને ત્રણેય આરોપીઓએ જાનથી મારી નાખવાનાં ઈરાદે આરોપીઓએ તેનાં હવાલાની ફોરવ્હીલ માથે નાખી બંને જણાને મારી નાખવાનો પ્રયાસ કરી ફરીયાદી તથા સાહેદને ફોન કરી પરત બોલાવી ભુંડી ગાળો કાઢી ઢીકાપાટુથી મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવેલ છે.
જયારે સામા પક્ષે અવિનાશ કરશનભાઈ પરમારે નિતીન અમૃતલાલ રાઠોડ, વસંત અમૃતલાલ રાઠોડ, અમૃતલાલ રાઠોડ, મિતેષ ઉર્ફે બાવલો અને મિતેષ ઉર્ફે બાવલાનો ભાઈ વિરૂધ્ધ નોંધાવી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામનાં ફરીયાદી તથા ફરીયાદીનાં ભાઈ અલ્પેશભાઈએ આરોપી નં. રને અગાઉ હાથ ઉછીના રૂા. ૩પ૦૦૦ આપેલ હોય જેની ફરીયાદીએ આરોપી નં. ર પાસે ઉઘરાણી કરેલ જેનું મનદુઃખ રાખી આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી આરોપી નં. ૧ છરી સાથે તથા આરોપી નં. ૩ લાકડાનાં ધોકા સાથે આવી ફરીયાદીની કારમાં આરોપી નં. ૩એ લાકડાનો ધોકો તથા અન્ય છુટા પથ્થરોનાં ઘા કરી કાચ તોડી નાખી કારમાં આશરે ૩૦ થી ૪૦ હજારની નુકશાની કરી તેમજ પથ્થરથી ફરીયાદીને મુંઢ ઈજાઓ કરી તેમજ તમામે ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ભુંડી ગાળો કાઢી ફરીયાદી સાથે ઝપાઝપી કરી આરોપી નં. ૧એ ફરીયાદીએ પહેરેલ સોનાનો ચેન આશરે પોણા બે તોલાનો કિંમત રૂા. ૩પ૦૦૦નો ઝુંટવી લઈ ફરીયાદીને ઝપાઝપીમાં છરીનો હાથો વાગી જતાં ઈજા થયેલ હોય તેમજ તમામે ઢીકાપાટુનો માર મારીને ફરીયાદીને શરીરે મુંઢ ઈજાઓ કરી ફરીયાદીએ તેની કારની ડેકીનાં ખાનામાં રાખેલ રોકડ રકમ રૂા. ૧,૪૬,૦૦૦ આરોપી પૈકી કોઈએ કાઢી લઈ ગુનો કરેલ છે. પોલીસે બંને પક્ષની ફરીયાદ નોંધી આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ કેશોદનાં પીઆઈ બી.બી. કોળી ચલાવી રહયા છે.
જૂનાગઢમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવનાર આરોપીને સુરત પોલીસે જૂનાગઢ પોલીસની મદદથી ઝડપી લીધો
જૂનાગઢમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવનાર આરોપી કિશન અશોક બોરખતરીયાને સુરત પોલીસે જૂનાગઢ પોલીસની મદદથી ઝડપી લીધેલ છે. દુબઈની ઈએસપીએન કંપનીમાં રોકાણ કરવાથી ઊંચો નફો મળશે તેવી લાલચ આપી એજન્ટો દ્વારા રોકાણ કરાવી લાખો-કરોડોની છેતરપિંડી કરતા હોવાનું ખુલ્યું છે. ત્રણ આર્મી મેન અને આઠ બીજા લોકોને લાખો રૂપિયાનો ચૂનો માર્યો છે. આ બનાવમાં જૂનાગઢના નરેશભાઈ દુદાભાઈ રાઠોડ એ સુરતના જયેશ પટોળીયા, જેતપુરના મહેશ રાણપરીયા અને જૂનાગઢના ગિરીશ વેગડ અને કિશન અશોક બોરખતરીયા સામે રૂપિયા સવા બે કરોડ ઓળવી ગયાની અને છેતરપિંડી કર્યાની ફરિયાદ કરી છે. આ કૌભાંડમાં આંકડો હજુ વધે તેવી શક્યતા છે.
જૂનાગઢ, વંથલી, માળીયા પંથકમાં જુગાર દરોડા
તહેવારોની મોસમની સાથે જુગારની પણ મોસમ ખુલી હોય તેમ પોલીસે જુગાર અંગે દરોડા પાડતા વિવિધ વિસ્તારોમાંથી જુગારીઓને ઝડપી લીધા છે. જૂનાગઢ શહેરમાં એ ડીવીઝન પોલીસે દોલતપરા મસ્તરામ ચોક નજીકથી જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ત્રણને રૂા. ૧ર૭૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે વંથલી પોલીસે કણઝા ધાર નજીકથી જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને રૂા.૭૦૧૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે સાંતલપુર ગામેથી પાંચ મહિલા સહિત ૭ને વંથલી પોલીસે રૂા.ર૦૪૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ તેમની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત માળીયા હાટીના તાલુકાનાં દુધાળા ગામેથી પાંચ શખ્સોને રૂા.૧૧,૩ર૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
બિલખા તાબાનાં શેમરાળા ગામે બંધ મકાનમાંથી ચોરી
બિલખા તાબાનાં શેમરાળા ગામે રહેતા પરસોતમભાઈ ભનુભાઈ ચોવટીયા (ઉ.વ.પ૧) પોતાનું રહેણાંક બંધ કરી અને હરીદ્વાર ફરવા ગયેલ હોય ત્યારે તા. ૧૩-૭-ર૦રર કલાક રર.૦૦થી ૧૪-૭-ર૦રર કલાક ઃ પ.૩૦ દરમ્યાન રાત્રીનાં સમયે કોઈ અજાણ્યો શખ્સ પ્રવેશ કરી રૂમનાં દરવાજાનાં નકુચા તોડી કબાટની તિજાેરીમાં રાખેલ રોકડ રૂા. ૪૦ હજારની ચોરી કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા બિલખા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.