સરકારી વિનયન કોલેજ ભેંસાણના વિદ્યાર્થી અભિજીત વાળા જ્ઞાનગુરૂ ક્વિઝ તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે આવી કોલેજનું ગૌરવ વધાર્યું

0

વાળા અભિજીત ભગુભાઈ પ્રથમ પ્રયાસે એ પણ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવતા સરકારી વિનયન કોલેજનું ગૌરવ વધાર્યું છે. અભિજીત વાળા સરકારી વિનયન કોલેજના બીજા વર્ષમાં સેમેસ્ટર-૩માં મુખ્ય સમાજશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરે છે. તેઓ ભેંસાણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા બલીયાવડ ગામના ખેતીકામ કરતા કુટુંબમાં રહે છે. તેઓ હાલ ગુજરાત સરકારની વર્ગ-૩ની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. સામાન્ય પરિવારમાં રહીને જીવનના ધ્યેય પ્રાપ્ત કરવા કોઈ પરિસ્થિતિ નડતી નથી. અડગ મનોબળ, ધૈર્યથી ઉચ્ચ લક્ષ્ય હાંસલ કરી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. આ તકે કોલેજના આચાર્ય ડો. યોગેશકુમાર વી. પાઠક, વાઈસ પ્રિન્સીપાલ પ્રો.ડો. સરોજબેન નારીગરા, પ્રો.ડો. પી.એમ. સોંદરવા, પ્રો.ડો. સચિન પીઠડીયા, પ્રો.ડો. અજય એલ. જાેશી, પ્રો.ડો. સંજય એલ. બંધિયા, પ્રો.ડો. પી.વી. ગુરનાણી, પ્રો. પંકજ સોલંકી, પ્રો.ડો. મહેશ વાઘેલા, ડો.પ્રો. દિલીપ ગજેરા, પ્રો.ડો. સતિષ મેઘાણી તેમજ ગ્રંથપાલ નીતિન ગજેરાએ ખુબ ખુબ અભિનંદન પાઠવતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન સફળ બનાવવામાં કોલેજના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!