ઓખામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું કરાયું સ્વાગત

0

ઓખામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આવી પોહચેલ. જે રથનું ઓખા નગરપાલિકા સંચાલિત સ્કૂલમાં ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહિલના હસ્તે સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યાર બાદ સરકારની યોજનાઓની માહિતી સ્ક્રીન ઉપર દેખાડવામાં આવી હતી. આ તકે ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહિલ, દ્વારકાના મામલતદાર વી.આર. વરૂ, દ્વારકા તાલુકા ટી.એચ.ઓ. જેસવાલ, ઓખા નગરપાલિકા ચીફ ઓફિસર ઉદય નસીત, ઓખા નગરપાલિકાના ઉપપ્રમુખ કાદરભાઈ મલેક, ઓખા શહેર ભાજપ મહામંત્રી આલાભા માણેક, ઓખા નગરપાલિકાના સદસ્યઓ તેમજ શાળાના શિક્ષકો અને આચાર્ય અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આ તકે સરકારની વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા ૨.૦ અંતર્ગત ગેસ કનેકશન યોજના, સમાજ કલ્યાણ વિભાગ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત વિધવા સહાય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઁસ્ત્નછરૂ કાર્ડ, દીકરી યોજના દરેક યોજનના લાભાર્થીઓને તેમની સહાય આપવામાં આવેલ હતી. આ તકે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ સ્કૂલના ગ્રાઉન્ડમાં કરવામાં આવેલ હતો. આ તકે સાથે સાથે ઓખા સરકારી દવાખાને મહારક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખંભાળિયાની સિવિલ બ્લડ બેંકએ સેવા આપેલ હતી. જેમાં કુલ ૩૭ બોટલ એકત્રિત કરવામાં આવેલ હતી.

error: Content is protected !!