જૂનાગઢ શહેરમાં આવેલી પાંજરાપોળ ગૌશાળા કે જે વર્ષો પહેલાં મહાજન દ્વારા સ્થાપના કરવામાં આવેલી છે જેમાં ૫૦૦ થી પણ વધારે ગાય માતાઓની માવજત કરવામાં આવે છે જેની તાજેતરમાં એક બેઠક સંસ્થાના પ્રમુખ રાજુભાઈ જાેબનપુત્રાના અધ્યક્ષ પદે તેમજ ઉપપ્રમુખ મનુભાઈ પટેલિયા, પ્રો. વી. એસ. દામાણી સહિતના ટ્રસ્ટીઓની મીટીંગ મળી ગયેલ જેમાં શહેરની નામાંકિત સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાની ટ્રસ્ટી પદે સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી જેને સાવર્ત્રિક આવકાર મળી રહ્યો છે. સામાન્ય રીતે આ સંસ્થામાં મહાજન પ્રતિષ્ઠિત આગેવાનો અને દાતાઓ સેવા આપતા હોય છે પરંતુ મનસુખભાઈ વાજાની સંપૂર્ણ પવિત્રતાથી અને દિવસ રાત જાેયા વગર દાયકાઓથી માનવ સેવા કરી રહ્યા છે જેની કદરરૂપે ગૌ માતાની સેવા કરવાની તક આપવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે આ ગૌશાળાની નીચે ઉમટવાડાની આદર્શ નૂતન ગૌશાળા, મેંદરડા ગૌશાળા અને લીમધ્રા ગૌસદન આવેલી છે જેના ટ્રસ્ટી તરીકે મનસુખભાઈ વાજાની નિમણૂક થતા ટ્રસ્ટીઓ કે. બી. સંઘવી, વિજયભાઈ કીકાણી, મહેન્દ્રભાઈ રૂપારેલીયા, જગદીશભાઈ કક્ડ, જયેશભાઈ વોરા, પિયુષભાઈ દેસાઈ વગેરે ટ્રસ્ટીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ હતી. આમ જનસેવા એ જ પ્રભુસેવાના હિમાયતિ હવે ગૌ માતાની સેવાકીય પ્રવૃતિ ઓમાં પણ સક્રિય થઈ ગયેલ છે.