કોડીનારના પેઢવાડા પાસે નવો પુલ કાર્યરત પહેલા જ જર્જરિત !

0

નેશનલ હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના પાપે કોડીનાર-વેરાવળ હાઇવે ઉપર પેઢાવાડા ગામ પાસે છેલ્લા દસ દિવસથી રોડ બંધ છે. ત્યારે પેઢાવડા ગામ પાસેની સોમત નદીના પુલ ઉપર બનાવેલો નવો પુલ વચ્ચેથી બેસી જતા અને આ પુલ ઉપર સંખ્યાબંધો તરાડો પડી જતા નેશનલ હાઈવે ઉપરના આ કામ ઉપર અનેક સવાલો ઊભા થયા છે. સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેનું કામ છેલ્લા પાંચ વર્ષથી ગોકળગાય ગતિએ ચાલુ છે. પરિણામે આ ૩૦૦ કિ.મી.ના રોડ ઉપરના ગામોની પ્રજાની હાલત દયાજનક છે. એમાં પણ દર ચોમાસામાં રોડના ડ્રાઈવરજનમાં મસ્ત મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોમાં ભારે હાડ મારી પડી રહી છે. ચાલુ સાલે કોડીનાર વેરાવળ હાઇવે રોડ ઉપર પેઢાવાડા ગામ પાસેના પુલનું કામ ચાલુ કરાયું હતું. નવો પુલ બને અને ચાલુ થાય તે પહેલા જુના પુલને તોડી પડાતા જે તે સમયે જ પેઢાવડા ગામના સરપંચે જાેરદાર વિરોધ નોંધાવ્યો હતો. આમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓએ આખ આડા કાન કર્યા હતા. પરિણામે ચોમાસા દરમ્યાન નવો પુલ ચાલુ ન થતા અને જુના પુલ્લે તોડીને નદી વચ્ચેથી બનાવેલ ડાયવર્ઝન ચોમાસા દરમ્યાન નદીમાં પાણી આવતા સંપૂર્ણ ધોવાઈ જતાં આ હાઇવે ઉપર છેલ્લા દસ દિવસથી વાહન વ્યવહાર બંધ છે. જેથી લોકોમાં ભારે ઊહા પોહ થતા અને માજી સાંસદ સહિતના સ્થાનિક આગેવાનોએ કોઈ પણ વાહન વ્યવહાર શરૂ કરાય તેવા પ્રયત્નો શરૂ કરતાં નિદ્રામાંથી જાગેલ જિલ્લા વહીવટી તંત્ર સહિતના અધિકારીઓ પેઢાવાડા દોડી આવ્યા હતા અને પુલની બંને સાઈડો તાત્કાલિક પુરીને ટેમ્પરરી રોડ ચાલુ કરવા તાકીદ કરી હતી. દરમ્યાન રોડની સાઈડો પુરવાનું કામ ચાલુ કરાતા ટ્રકની અવરજવરથી નવાજ બનેલા પુલના વચ્ચેના ભાગે સંખ્યાબંધ તિરાડો પડી જતા અને વચ્ચેનો ભાગ બેસી જતા આ દ્રશ્ય પેઢવાડા ગામના સરપંચ અરશીભાઈ ઝાલા અને તાલુકા પંચાયતના પ્રમુખ ડોડીયાના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક આ પુલ બનાવનાર એજન્સી સામે અકરા પગલાં લઈ અને આ પુલ ઉપર હેવી વાહનોનો વાહનવ્યહાર શરૂ ન કરવા માંગણી કરી છે અને પી.એસ. ડોડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જાે આ પુલ ઉપર તંત્ર વાહનવ્યહારની શરૂઆત કરાવતા પહેલા પુલનો ક્વોલિટી ચેક રિપોર્ટ કર્યા બાદ જ શરૂ કરવો અન્યથા મોટી દુર્ઘટના સર્જાશે તો નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની જવાબદારી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોડીનાર-વેરાવળ હાઇવેનું કામ કરતી એજન્સી જુનો પુલ તોડી નવો પુલ અધૂરો મૂકી જતી રહી છે અને અન્ય એજન્સી દ્વારા હાલ રીપેરીંગ કામ ચાલુ છે ત્યારે જૂની એજન્સીએ કરેલ ભ્રષ્ટાચારરૂપી પાપ સામે આવ્યું છે. ત્યારે એ એજન્સી સામે આકરા પગલાં લેવા ભારે લોક માંગણી ઉઠવા પામી છે.

error: Content is protected !!