હાલના સમયમાં અંગ્રેજી માધ્યમનું વિશેષ ચલણ વધતું જતું હોય તેમ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી શીખવા અને બોલવા અને દેશ ઉપરાંત વિદેશમાં અપાતા અંગ્રેજી ભાષાના કોચિંગ તથા માર્ગદર્શન સરળતાથી મળે તે માટે જુનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ તથા હાઈ ટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા સ્પોકન ઇંગ્લીશ અને આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા શીખવા અને જવા માટે મદદરૂપ થવા સરળતા રહે તે માટે સીએલ કોલેજ ખાતે જુનાગઢ જુનિયર ચેમ્બર ઇંગલિશ એકેડમી નો ગઈકાલે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઈ વેકરીયાના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આધુનિક સમયમાં આધુનિક શૈલીથી લોકોને અંગ્રેજી શીખવામાં સરળતા મળે તે પણ વિદેશ જવા ઇચ્છતા લોકો અને વિદ્યાર્થીઓને અંગ્રેજીનું પૂરતું જ્ઞાન મળે અને વિદેશ માટેની તમામ પોલીસીઓ અંગે જાણ થાય તે માટે હાઇટેક એજ્યુકેશનના સહયોગથી ઉચ્ચ ગુણવત્તા વાળું કોચિંગ અને કેનેડા ,ઓસ્ટ્રેલિયા અમેરિકા અને યુકે સહિતના દેશ માં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલવામાં સરળતા મળે તે માટે આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષા બોલવામાં સરળતા ફોરેન એજ્યુકેશન માર્ગદર્શન કન્સલ્ટિંગ એક જ સ્થળે નિષ્ણાંતો દ્વારા પ્રાપ્ત થશે આ ઉપરાંત પરદેશ ગમન કરવા માગતા લોકો તથા વિદ્યાર્થીઓને વિઝા તથા વિઝીટર વિઝા સહિતની તમામ સુવિધાઓ અધ્યતન સુવિધા સફર નિષ્ણાતોના માર્ગદર્શન સાથે શરૂ થયેલ જુનિયર ચેમ્બર ઇંગ્લીશ એકેડમીમાં મળશે. આ તકે ગઈકાલે જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઈ વેકરીયા અને ઉપપ્રમુખ સુરેશભાઈ વેકરીયાના માર્ગદર્શન નીચે કરાયેલા પ્રારંભમાં ધારાસભ્ય ભીખાભાઈ જાેશી ઉપરાંત શહેરના વિવિધ મહાનુભવો, શિક્ષણવિદો, રાજકીય, સામાજિક આગેવાનો તથા કોલેજના પ્રિન્સિપાલ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતાં.