જૂનાગઢમાં ભાજપ કારોબારીની બેઠક મળી

0

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનાં નેતૃત્વમાં હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય કારોબારી ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં નેતૃત્વમાં સુરત ખાતે પ્રદેશ કારોબારી અને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની કારોબારી બેઠક જૂનાગઢ સ્થિત પાર્ટીના જીલ્લા કાર્યાલયમાં મળી હતી. મહાનગર પ્રભારી ચંદ્રશેખરભાઇ દવે અને ૮૬-જૂનાગઢ વિધાનસભાનાં પ્રભારી ડો. વિનોદભાઈ ભંડેરીની ઉપસ્થિતિમાં મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી બેઠક શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપાનાં સક્રિય કાર્યકર સુમિત વ્યાસ અને મનન જાેશી(ઉ.વ.૧૬)નાં દુઃખદ અવસાન થયેલ હોય, બે મિનિટ મૌન રાખી બંનેને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. પ્રથમ જૂનાગઢ મહાનગર ભાજપના પ્રમુખ પુનિતભાઇ શર્માના પ્રવચનમાં અલ્પકાલીન વિસ્તારક યોજના, સદસ્યતા અભિયાનની કામગીરી તથા પેજ સમિતિ માટે હોદ્દેદારો, કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહાનગરની બેઠક ઉપર વિજય થાય તેવા પ્રયત્નો કરવા કાર્યકરોને આહવાન કર્યું હતું. ૮૬-જૂનાગઢ વિધાનસભાનાં પ્રભારી ડો. વિનોદભાઈ ભંડેરી તથા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પુર્વ પ્રમુખ સંજયભાઈ કોરડીયાએ પ્રદેશની ગત કારોબારીમાં પસાર કરેલા આર્થિક અને ગરીબ કલ્યાણ પ્રસ્તાવની વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગરીબ અને સર્વાંગીલક્ષી આર્થિક નીતિઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો. ભાજપા જૂનાગઢ મહાનગરનાં મહામંત્રી સંજયભાઈ મણવરે સદસ્યતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત વિગતો આપી હતી. સદસ્યતા અભિયાનની કામગીરી સત્વરે પુરી કરવા સૂચનો કર્યા હતા. ત્યારબાદ મહામંત્રી શૈલેષભાઈ દવે એ બુથ સશક્તિકરણ અંતર્ગત માહિતી આપી હતી. સમાપન સત્રમાં ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રભારી ચંદ્રશેખરભાઇ દવેએ કાર્યકરોને તેમની આગવી શૈલીમાં આ પ્રસંગે હોદ્દેદારો અને કાર્યકારોનું માર્ગદર્શન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ દેશ સર્વાંગી દિશામાં વિકાસ કરી રહ્યો છે. નર્મદા ડેમની વાત હોય કે કોવિડ સામે સહુને સુરક્ષિત કરવાની વાત હોય દેશની જનતા સુશાશનનો અનુભવ કરી રહી છે. આ વાત લોકો સુધી પહોંચાડવાનું કામ ભાજપના કાર્યકરે કરવાનું છે. બેઠકનું સંચાલન મહાનગરનાં મહામંત્રી ભરતભાઈ શીંગાળાએ કર્યું હતું. આ બેઠકમાં મહાનગરપાલિકાનાં મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષનાં નેતા કીરીટભાઇ ભીંભા, જૂનાગઢ મહાનગરનાં વિસ્તારક અમિતભાઈ મેવાડા, પુર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર મહેન્દ્રભાઈ મશરૂ, પ્રદેશ કા. સભ્યો ભરતભાઈ ગાજીપરા, જ્યોતિબેન વાછાણી, કનકબેન વ્યાસ, સંજયભાઈ ધોરાજીયા, સંગઠનનાં હોદેદારો મોરચાના હોદેદારો વોર્ડના હોદેદારો મિડિયા વિભાગનાં સુરેશભાઈ પાનસુરીયા, સંજયભાઈ પંડ્યા, જીતુભાઈ ઠકરાર, માંગરોળ વિધાનસભાનાં પ્રભારી ગૌરવભાઇ રૂપારેલિયા, વિવિધ સેલનાં હોદેદારો તથા વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!