Tuesday, August 9

કેન્દ્ર અને રાજ્ય સરકારનાં વિકાસકામોથી પ્રેરિત થઈને ભાજપામાં જાેડાયો છું : અયુબખાન

0

બહુજન સમાજ પાર્ટીમાં વર્ષો સુધી કામ કરનાર જૂનાગઢના સિનિયર રાજકીય આગેવાન અયુબખાન કલ્યાણી(દરબાર) ભાજપની વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાયને પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જાેડાયા છે. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્માએ ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ આપી અયુબખાનને આવકાર્યા હતા. જૂનાગઢ મહાનગર ભાજપના મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા, શૈલેષભાઈ દવે, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી હુસેનભાઈ દલ, મહાનગર લઘુમતી મોરચાના પ્રમુખ શબ્બીરભાઈ અમરેલીયા વિગેરેએ અયુબખાન કલ્યાણી(દરબાર)ને ભાજપમાં જાેડાવા બદલ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા. અયુબખાન સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર હોય કે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકાર હોય પણ જે રીતે રાષ્ટ્રના હિતમાં જે કાર્યો થઈ રહ્યાં છે તથા વિકાસનાં કામોથી પ્રેરાઈને હું મારાં ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટી માં જાેડાઈ રહ્યો છું અને મને આજે ભારતીય જનતા પાર્ટીએ તેમનાં પરીવારનાં સભ્ય તરીકે સ્વીકાર કર્યો છે તે બદલ હું મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા પ્રદેશ લઘુમતી મોરચાના હુસેનભાઇ દલ તથા મહાનગર લઘુમતી મોરચાના પ્રમુખ શબ્બીરભાઇ અમરેલીયાનો આભાર માનું છું તેમ મહાનગર મિડીયા વિભાગનાં સંજય પંડ્યાની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!