બાંટવા પંથકમાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડતું પુરવઠા તંત્ર

0

માણાવદર તાલુકાનાં બાંટવા પંથકમાં ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી લઈ પુરવઠા તંત્ર દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્તન થતી વિગત અનુસાર માણાવદરનાં મામલતદાર કે.જે. મારૂએ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર કૃષ્ણપરા મેઈન રોડ, સરકારી દવાખાના સામેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપ્યો છે જે અંગે માંડાભાઈ દેવાભાઈ કોડીયાતર રહે. બાંટવા, અનાજનો જથ્થો તેમજ ટ્રક નં. જીજે-૪-વી-૪૩ર૭નાં માલીક તથા અનીલભાઈ તુલશીભાઈ ગોસ્વામી અનાજનાં જથ્થાનાં માલીક, તથા જલાભાઈ મોરી ટ્રક નં.જીજે-૧૪-ઝેડ-૮પ૩પનાં માલીક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપીઓએ સરકારી દવાખાના પાસે આવશ્યક ચીજવસ્તુ ધારા અંતર્ગત અનાજનો જથ્થો ટ્રક નં.જીજે-૧૪-ઝેડ-૮પ૩પમાંથી ઘઉં ૧ર૯૮૦ કી.ગ્રા., તથા ટ્રક નં. જીજે-૦૪-વી-૪૩ર૭માંથી ચોખા વગેરે મળી કુલ રૂા. ૩,ર૭,૭૦૦નો અનાજનો જથ્થો ગેરકાયદેસર રાખી ગુનો કરેલ છે. જયારે બાંટવાનાં નાનડીયા ગામેથી અનાજનો જથ્થો ઝડપાયેલ છે જેમાં જયસિંહ લખધીરસિંહ પરમાર, દિપક ઉર્ફે દિપો ઈશ્વરભાઈ હેમનાણી રહે. બાંટવા વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપીઓએ આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ચોખા ર૪૦૦ કિ.ગ્રા. તેમજ ઘઉં ૧૧૭પ૦ કિ.ગ્રા. મળી કુલ રૂા. ર,૮૭,૮૦૦નો રાખી ગુનો કરેલ છે. જયારે અન્ય એક બનાવમાં માણાવદરનાં મામલતદાર કે.જે. મારૂએ નોંધાવેલી ફરીયાદમાં બાંટવાનાં પાટાવાળા રોડ એસ.ટી. વર્ક શોપ, હર્ષદ મીલની જગ્યા નજીકથી જે જથ્થો ઝડપાયો છે તે અંગે સાગરભાઈ પરબતભાઈ તરખડા, પરબતભાઈ તરખડા, માલીક હર્ષદમીલ, તુલશીભાઈ ખુશાલભાઈ ગોસ્વામી, અનીલભાઈ તુલસીભાઈ ગોસ્વામી, માંડાભાઈ દેવાભાઈ કોડીયાતર વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપીઓએ આવશ્યક ચીજવસ્તુઓ ધારા હેઠળ ઘઉં ૩૦૦૦ કિં.ગ્રા., ચોખા પ૩પ૦ કિંગ્રા. મળી કુલ રૂા. ૧૭,૭૭,૦૦૦નો અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખવા સબબ ઝડપી લઈ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે વધુ તપાસ બાંટવાનાં પીએસઆઈ વી.આર. ચાવડા ચલાવી રહયા છે.
ચોરવાડ : ઘોડી-પાસાનો જુગાર રમતા ૧૯ શખ્સોને ઝડપી લેતી પોલીસ ઃ રૂા.૭,૧૭,૬ર૦નો મુદામાલ જપ્ત
તહેવારોની મોસમ સાથે જ જુગારની મોસમ પણ પૂરબહારમાં ખીલી રહી છે ત્યારે પોલીસ પોતાનું કાર્ય કરી રહી છે. જેના ભાગરૂપે જુગાર અંગેનાં વ્યાપક દરોડા પાડવામાં આવી રહયા છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દ્વારા ચોકકસ બાતમીનાં આધારે ચોરવાડનાં ખીલાવાવ વિસ્તારમાં વાડીનાં રહેણાંક મકાનમાં ઘોડી-પાસાનાં ચાલતા જુગાર ધામ ઉપર ત્રાટકી ૧૯ શખ્સોને ઝડપી લઈ રૂા.૭,૧૭,૬ર૦નો મુદામાલ જપ્ત કરેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ દ્વારા ચોકકસ બાતમીનાં આધારે જુગાર દરોડો પાડવામાં આવેલ હતો. જેમાં પરેશભાઈ હીરાભાઈ ગઢીયા રહે. પ્ર. પાટણ તથા હિતેન્દ્ર બાબુલાલ જાની, પ્ર.પાટણ વાળાઓએ શામજીભાઈ દાનાભાઈ ધોળકીયા રહે. વેરાવળ વાળાની બરૂલા ગામની દાડેરી સીમ વિસ્તારમાં આવેલ વાડીનાં રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ઘોડી -પાસાનો જુગાર ધામ ચલાવી રહયા હોય, દરમ્યાન પોલીસે પાડેલા દરોડામાં રૂા.૩,૧ર,૦૭૦ પટ ઉપરથી તથા ૧૮,ર૦૦ નાલનાં તેમજ મોટર સાયકલ-૭, મોબાઈલ ફોન-૧૮, દારૂની લુઝ બોટલ-૩ વગેરે મળી કુલ રૂા.૭,૧૭,૬ર૦નો મુદામાલ જપ્ત કરેલ છે અને તમામ સામે જુગારધારા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ ચોરવાડનાં પીએસઆઈ એસ.એન. ક્ષત્રીય ચલાવી રહયા છે.
સોરઠ પંથકમાં વ્યાપર જુગાર દરોડા
જૂનાગઢ જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડી પત્તાપ્રેમીઓને ઝડપી લીધા છે. જે અંગેની મળતી વિગત અનુસાર માળીયા હાટીના તાલુકાનાં કાત્રાસા ગામની ઉમરડી સીમમાં હાજરવરલી નામનો જુગાર રમતા ૬ શખ્સોને રૂા.૩૭,ર૯૦ની રોકડ, મોબાઈલ ફોન-૬, મોટર સાયકલ-૩ સહિત કુલ રૂા. ૧,૧૮ર૯૦નાં મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે માણાવદરનાં નાકરા ગામે પોલીસે પાંચ શખ્સોને રૂા.પ,૧ર૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધેલ છે. આ ઉપરાંત વિસાવદર તાલુકાનાં વેકરીયા ગામે ૪ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રૂા.૧૦,૭પ૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે મેંદરડા તાલુકાનાં આલીધ્રા ગામે જાહેરમાં જુગાર રમતા ૬ મહિલા સહિત ૭ને રૂા.૮પ૦ની રોકડ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!