જૂનાગઢનાં જાેષીપરામાંથી ૪ પુરૂષ અને ૪ મહિલા જુગાર રમતા ઝડપાઈ

0

જૂનાગઢનાં જાેષીપરા શાકમાર્કેટ પાસે આવેલ અક્ષર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૪૦૪માં વનરાજ વિરાભાઈ કાઠી દરબાર પોતાનાં કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાનમાં બહારથી સ્ત્રી-પુરૂષો બોલાવી ગંજીપતાનાં પાના વડે પૈસાની હારજીત કરી તીનપતીનો જુગાર રમાડતા હોવાની બાતમી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચને મળતાં રેડ કરતાં વનરાજ વિરાભાઈ, સાહીદ સરવીદી, સમીર મોરસીયા, સોહીલશા સરવીદી સહિત ચાર મહિલાઓને રોકડ રૂા. પ૩૮૭૦, નાલના રોકડ રૂા. ર૭૦૦, મોબાઈલ-૭ મળી કુલ રૂા. ર,૦૭,પ૭૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, વી.એન. બડવા, ભરતભાઈ સોનારા, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા, મયુરભાઈ કોડીયાતર વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

error: Content is protected !!