આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુવા પ્રતિભાને કેવી રીતે મોખરે લાવી શકાય તે વિશેના મુદ્દાઓને મંત્રીશ્રીએ આવકાર્યાં
નેશનલ પ્રિપેટરી કમિટી ગુજરાતના યુવા સભ્યો તારીખ 11 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન આવનાર સમયમાં નેશનલ પ્રિપેટરી કમિટી દ્વારા શિક્ષણ વિભાગ, યુનિવર્સિટીઓ, એન. એસ. એસ. અને એન. સી. સી. સાથે સંકળાઈને કાર્ય કરવાની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત યુવા નીતિઓ અંગે જાગૃતિ, ગુજરાતના યુવાનો ભારતનું પ્રતિનિધિત્વ કરે તેના માટેના પ્રયાસો, ભારત અને રશિયા દ્વારા થતા યુવા કાર્યક્રમો, યુવા સશક્તિકરણ, સ્કિલ ડેવલપમેન્ટ અને ગુજરાતના યુવાનોને કેવી રીતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મોખરે લાવી શકાય એ મુદ્દાઓ વિશે વાત કરાઈ હતી.
મુલાકાત દરમ્યાન શંકરભાઈ ચૌધરીએ નેશનલ પ્રિપેટરી કમિટીના મુદ્દાઓને આવકાર્યાં હતા તેમજ તમામ સદસ્યોંને બનાસ ડેરીની મુલાકાત અને તેના વિશે જાણકારી મળે એ માટે આમંત્રણ આપ્યું હતું. આ ઉપક્રમે પ્રફુલભાઇ પાનશેરિયા દ્વારા આ મુદ્દા અને પ્રયાસોને આવકારમાં આવ્યા હતા તેમજ ભવિષ્યમાં આ વિશે સકારાત્મક પગલાંઓ લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. નેશનલ પ્રિપેટરી કમિટીના રાષ્ટ્રીય સદસ્ય કેવલ પાવરા, જયદીપ સખીયા તેમજ રાજ્ય કમિટીના વડા કૌશલ ગોહિલ અને તમામ સદસ્યો હાજર રહ્યાં હતા.