માંગરોળના દિવાસા ગામની પ્રાથમિક શાળામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દીકરીઓના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું તથા ગ્રામજનો-આગેવાનોના માર્ગદર્શન સાથે રક્તદાન શિબિર શરૂ કરવામાં આવેલ હતી. આ રક્તદાન શિબિરમાં નવયુવાનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં બહેનો એ પણ રક્તદાન કરેલ છે. આ શિબિર માટે રક્તદાન એકત્ર કરવા માટે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ તથા જીએમઈઆરએસ મેડિકલ કોલેજ દ્વારા સેવા આપવામાં આવેલ હતી. આ રક્તદાન શિબિરનું રક્તદાન સૌથી વધુ રક્ત જરૂરિયાત વાળા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ રક્તદાન શિબિરમાં કુલ ૮૧ રક્તદાતાઓએ રક્ત આપેલ હતું અને શિબિરને સફળ બનાવેલ હતી. આ રક્તદાન શિબિર માટે પોતાનું રક્તદાન કરનાર રક્તદાતા તથા આ શિબિર માટે જેઓનું માર્ગદર્શન મળેલ છે તેઓનું સિવિલ હોસ્પિટલ જૂનાગઢ આ તમામનું દિવાસા ગામ પરિવાર આભાર વ્યક્ત કરે છે. ગામના યુવાનો દ્વારા તથા આગેવાનો દ્વારા એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવેલો કે, હવે દર વર્ષે રક્તદાન શિબિર આયોજન કરવાનો સફળ પ્રયત્ન કરવામાં આવશે.