સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં એમ.એ. પ્રથમ વર્ષમાં થયેલ પ્રવેશની કામગીરી બાબતે તપાસ કરવા કુલપતિ સમક્ષ ડો. નિદત્ત બારોટની રજૂઆત

0

ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ્સ કોંગ્રેસના પ્રમુખ અને વરિષ્ટ શિક્ષણવિદ ડો. નિદત્ત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને એક પત્ર પાઠવી તાજેતરમાં અંગ્રેજી ભવનમાં થયેલ એમ.એ. (ઈંગ્લીશ)ની પ્રવેશ કાર્યવાહી બાબતે તપાસ કરવા રજૂઆત કરી છે. યુનિવર્સિટી એકટ, સ્ટેચ્યુટ, ઓર્ડિનન્સ, યુ.જી.સી.ના ધારાધોરણો અને અનામત નિતિ અંગેના સરકારના પ્રવર્તમાન નિતિ નિયમોના તજજ્ઞ એવા ડો. નિદત્ત બારોટે કુલપતિને લખેલા પત્રમાં પાંચ મુદાઓ અંગે તપાસ કરવા રજૂઆત કરી છે. જેમાં (૧) અંગ્રેજી ભવનમાં કુલ બેઠકો ૬૦ હતી અને પાછળથી તેને ઉમેરી ૬૬ કરવામાં આવી. આ વધારો કુલપતિએ કઈ તારીખે મંજુર કર્યો છે તે જણાવવા વિનંતી. (૨) અંગ્રેજી ભવન ઘ્વારા પહેલું મેરીટ લીસ્ટ જાહેર થયું તે યાદીમાં ૪૮ વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યા હતા. આ યાદીમાં ૬૦ અથવા ૬૬ એડમીશનને ધ્યાનમાં રાખીને યાદી પ્રસિદ્ધ શા માટે ક૨વામાં આવી નથી ? તે તપાસ કરવા જેવી બાબત છે. (૩) ઓ.બી.સી.માં વધુ મેરીટ ધરાવતા વિદ્યાર્થીઓને આપોઆપ ઓપન કેટેગરીમાં પ્રવેશ મળે તેવી કાયદાની જાેગવાઈ હોવા છતાં તેનું પાલન થયું હોય તેવું જણાતું નથી. (૪) એસ.ટી. કેટેગરીની જગ્યાઓને એસ.સી.માં કનવર્ટ કરી બીજી અથવા ત્રીજી યાદીમાં આને આધારે મેરીટ મુકાયું હોય તેવું જણાતું નથી. (૫) ઈ.ડબલ્યુ.એસ. કેટેગરીમાં પણ પ્રવેશમાં સરકારના નિયમો જળવાયા હોય તેમ જણાતું નથી. ઉપરોકત તમામ બાબતની યોગ્ય તપાસ કરી માહિતી આપવામાં નહિ આવે તો આયોગમાં અને સરકારમાં ફરીયાદ કરવાની ફરજ પડશે. તાજેતરમાં અંગ્રેજી ભવનની એક વિદ્યાર્થિનીને ઈઉજી કેટેગરીમાં પ્રથમ યાદીમાં પ્રવેશ મળવાપાત્ર હતો. પરંતુ તેમને પ્રવેશ ન મળતા તેમણે ગુજરાત મહિલા આયોગમાં ન્યાય મેળવવા માટે ફરિયાદ કરી હતી. પાછળથી આ વિદ્યાર્થિનીને જનરલ કેટેગરીમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ રાજય મહિલા આયોગ દ્વારા આ અંગે વિસ્તૃત રીપોર્ટ મંગાવતા યુનિવર્સિટીના અધિકારીઓ ડો. રમેશ પરમાર, ડો. મનીષ ધામેચા વગેરે અંગ્રેજી ભવનમા રૂબરૂ આવી ભવનના વડા ડો. આર.બી. ઝાલાની ચેમ્બરમાં બેસી મામલો થાળે પાડવા પ્રયાસ કરેલ છે. અગ્રેજી ભવનમાં તા.૧૪-૬-૨૦૨ર સુધી ભવનના વડા તરીકે પ્રો. સંજય મુખરજી કાર્યરત હતા. તા.૧૫-૬-૨૦૨રથી ભવનના વડાનો ચાર્જ પ્રો. આર.બી. ઝાલાએ સંભાળેલ છે. ભવનના વર્તમાન અધ્યક્ષ પ્રો. આર.બી. ઝાલા ભાજપની વિદ્યાર્થી પાખ એ.બી.વી.પી.ના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ પ્રો. કમલ મહેતાના શિષ્ય છે. અંગ્રેજી ભવનમાં એમ.એ. (ઈંગ્લીશ)ની પ્રવેશ પ્રક્રિયામાં થયેલ છબરડા બાબતે તપાસ કરવા બાબતે ઉતર ગુજરાત યુનિવર્સિટી પાટણના પૂર્વ ઉપકુલપતિ ડો. નિદત બારોટની તર્કબધ્ધ અને મુદાસર રજૂઆતથી યુવિર્સિટીના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે.

error: Content is protected !!