જૂનાગઢ જિલ્લામાં હાલ ભારેથી અતી ભારે વરસાદ ચાલુ છે. ડિઝાસ્ટરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર માંગરોળ તાલુકાના રેવન્યુ તલાટીને જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયાના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજે જણાવ્યું હતું કે ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ ડિઝાસ્ટરની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ પાસેથી ભારે વરસાદ તથા પરિસ્થિતિ બાબતે સમગ્ર જિલ્લાની માહિતી મેળવવામાં આવી હતી. વધુમાં કલેકટર રચિત રાજે માંગરોળ તાલુકામાં ડિઝાસ્ટર અંગેની પરિસ્થિતિ બાબતે રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા જીવાભાઇ ચાવડા પાસેથી તાલુકાને લગત પરીસ્થીતી અંગે વાકેફ થયા હતા. કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર અંગે સોંપવામાં આવેલ કામગીરી તેમણે સુપેરે નિભાવી છે. તેમજ હકારાત્મક પ્રત્યુતર આપેલ છે તેમના હકારાત્મક અભિગમની નોંધ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી છે. તેમની આ ફરજ નિષ્ઠા અને હકારાત્મક વલણ બદલ તેમને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.