લગભગ બધાએ નાગરવેલનું મસાલા વાળું પણ તો ખાધું હશે. પરંતુ એકવાર ચલ્લી સોપારી, ગુલકંદ, ટોપરાના છીણ વગેરેના સંમિશ્રણથી બનાવેલ ચોકો પાનનો ટેસ્ટ પણ તો કરવો જાેઈએ. જૂનાગઢમાં એ.જી. હાઈસ્કૂલના મેદાન ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સખી મેળામાં આ ચોકો પાનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેની કિંમત માત્ર છ રૂપિયા છે. પણ આ પાનના દસ નંગ સાથેના એક બોક્સમાંં રૂા.૬૦માં વેંચાણ કરવામાં આવી રહ્યું છે. આ હોમમેડ ચોકો પાનને રીટાબેન ગજેરાએ પોતાની આગવી સૂજબૂજથી બનાવવાની રીત અને તેનો ટેસ્ટ વિકસાવ્યો છે. તેઓ કહે છે કે, એકવાર ચોકલેટવાળા નાગરવેલના પાનનો ટેસ્ટ કર્યો હતો. તેમાંથી કંઈક અલગ આ ચોકો પાન બનાવવાનો વિચાર આવ્યો હતો. હવે લોકોને આ ચોકો પાન પસંદ પડી રહ્યું છે, જે લોકો ચોકો પાનનો એકવાર ટેસ્ટ કરે છે, તે બીજીવાર આ પાનનો ઓર્ડર અચૂક આપે છે. ખાસ કરીને બર્થ ડે, કિટી પાર્ટી વગેરેના પ્રસંગોએ આ ચોકો પાનનો ઓર્ડર મળે છે. જાે કે, હજુ આ ચોકો પાનનું કોઈ મોટા ફલક ઉપર પહોંચ્યું નથી. રીટાબેન કહે છે કે, હું ગોકુલ સખીમંડળ સાથે સંકળાયેલી છું, જે મુખ્યત્વે ઈમીટેશનની વિવિધ પ્રોડક્ટનું વેચાણ કરે છે. જેને રાજ્ય સરકાર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી સખી મેળા સહિતના પ્લેટફોર્મ પૂરા પાડવામાં આવે છે. ત્યારે આ સાથે ચોકો પાનને પણ વેચાણ અને ડેમોસ્ટ્રેશન માટે મૂકીએ છીએ. આમ, લોકો અહીંયા ઈમીટેશનની ખરીદી કરવાની સાથે ચોકો પાન પણ ટેસ્ટ કરે છે અને ઘણા લોકો ખરીદી પણ કરે છે. વધુમાં રીટાબેન કહે છે કે, આ ચોકાઓ પાનના વેંચાણથી ઠીકઠાક આવક મેળવી રહી છું, સાથે જ સખી મેળાના માધ્યમથી ચોકો પાનના વેચાણમાં પણ વધારો થશે. અંતમાં તેમણે ઉમેર્યું કે, જૂનાગઢનો આ સખી મેળો બહેનોની આત્મ ર્નિભરતાની રાહ ખોલી રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહિલાઓના ઉત્કર્ષ માટે બજેટમાં વિશેષ જાેગવાઈઓ પણ કરવામાં આવી છે. કારીગરોના સામર્થ્યને પ્રોત્સાહન મળે અને મહિલાઓ પગભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત નવી સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે.