દ્વારકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદન પાઠવી સમગ્ર દેશમાં હાલમાં કોરોના મહામારી, આર્થિક મંદી, મોટાભાગનાં વિસ્તારોમાં અતિવૃષ્ટિનાં માર ઉપર કેન્દ્ર સરકાર દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુ અનાજ, કઠોળ, લોટ, દહીં, છાશ, ખાંડ જેવી રોજીંદી જરૂરિયાતની વસ્તુ ઉપર પ ટકા જીએસટી લાગુ કરેલ છે. તે તદન ગેરવ્યાજબી છે. આના ફળ સ્વરૂપે મોંઘવારીમાં સતત વધારો થવાનો ભય હોય, આમ આદમની સમસ્યા ઉપર ધ્યાન આપી આ જીએસટી કેન્દ્ર સરકાર પાછો ખેંચે એવી નમ્ર વિનંતિ સાથે અપીલ છે. આ બાબતે પ ટકા જીએસટી લાગુ કરવામાં આવે તેની સામે દ્વારકા શહેર કોંગ્રેસ સમિતિ સખ્ત શબ્દોમાં વિરોધ નોંધાવે છે.