કેશોદ : આવશ્યક ચીજવસ્તુનો ગેરકાયદેસર જથ્થો સંગ્રહ કરવા અંગે બે સામે ગુનો દાખલ

0

માંગરોળ શકિતનગર ખાતે રહેતા પુનિતભાઈ ગોવિંદભાઈ ચુડાસમા (ઉ.વ.૩૦)એ અલ્તાફભાઈ ગફારભાઈ પરમાર તથા રહીમભાઈ ગફારભાઈ કાબરા રહે. બિલખાવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીઓએ કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ગોડાઉન ભાડે રાખી આવશ્યક ચીજવસ્તુ ઘઉં ૧૦૪૭પ કિ.ગ્રા., ચોખા ૬૭૮પ કિ.ગ્રા. વગેરે મળી કુલ રૂા. ૪ર૦૪૩૦નો આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો બિનહિસાબી ગેરકાયદેસર રાખી તેમજ સ્ટોક પત્રક હિસાબો નહી નિભાવી અને ખરીદી – વેચાણનાં બીલો તપાસણી દરમ્યાન નહી રાખી ગેરરીતિ આચર્યાની હકીકત બહાર આવતા આરોપીઓ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવતા કેશોદ પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે અને વધુ તપાસ પીએસઆઈ એસ.એન. સોનારા ચલાવી રહયા છે.

વિસાવદરમાં સામાન્ય બોલાચાલીમાં કાતર ઝીંકી
વિસાવદરમાં સામાન્ય બોલાચાલીમાં કાતર ઝીંકી ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે જયેશભાઈ લાલજીભાઈ ચાવડા (ઉ.વ.પ૧) રહે. વિસાવદર જીવાપરા વાળાએ મયુરભાઈ ભીખુભાઈ મારડીયા રહે. વિસાવદરવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીએ તેમની સામે મોચીની દુકાન ધરાવતા મુકેશભાઈ જગજીવનભાઈ મકવાણાને દાઢી કરાવવા જાઉ છું અને ઓફીસનું ધ્યાન રાખવાનું કહેતા આ કામનાં આરોપીને એમ લાગેલ કે, ફરીયાદી તેમને સંભળાવે છે જે બાબતનો ખાર રાખી આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી કાતરનો ઘા છાતીમાં અને કમરનાં ભાગે મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા વિસાવદર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોરવાડ : મોટર સાયકલમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી માર માર્યો
ચોરવાડ ખાતે સમરથ બાગ નજીક રહેતા મનોજભાઈ ઉર્ફે ઘેડી ઉર્ફે ટાંચ ઉકાભાઈ ડાભી કોળી ઉ.વ.રરએ નીતીન જગદીશ પરમાર, નિલેશ લાલાભાઈ પંડીત, વિજય સુવાડા, કેતન હીરાભાઈ ચુડાસમા, નયન મોહનભાઈ ચુડાસમા વગેરે સામે નોંધાવેલી ફરીયાદમાંં જણાવેલ છે કે, આરોપીઓએ ફરીયાદીનાં ભાઈની સાથે જુના મનદુઃખનાં કારણે ફરીયાદીને આરોપી નં.૧ થી૩ નાંઓએ માર મારી તેમજ મોટર સાયકલમાં બળજબરીથી બેસાડી અને આગળની શેરી સુધી અપહરણ કરી લઈ જઈ જયાં અન્ય આરોપીઓએ કમરપટ્ટાથી માર મારી અને ઢીકાપાટુથી માર માર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા ચોરવાડ પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માણાવદરનાં ગણા ગામે બાળકને કુતરાએ ફાડી ખાતા મૃત્યું
માણાવદર તાલુકાનાં ગણા ગામે રહેતા રવિન્દ્ર જગદીશભાઈ રાઠવા (ઉ.વ.ર)ને ત્રણ કુતરાઓએ બચકા ભરી ફાડી ખાતા આ માસુમ બાળકનું મૃત્યું થયું છે. આ બનાવને પગલે અરેરાટીની લાગણી ફેલાઈ ગઈ છે.

error: Content is protected !!