દ્વારકા : પોસ્ટ ઓફીસમાં પ્રથમ માહિતી અધિકારી દ્વારા આર.ટી.આઈ. અરજી સ્વીકારવાનો ઇન્કાર

0

પ્રજાને જરૂરી કોઈપણ કચેરીના વહિવટની જાણકારી મેળવવાના અધિકાર હેઠળ બનેલ માહિતી અધિકાર ૨૦૦૫માં દરેક કચેરીના જવાબદાર અધિકારી પ્રથમ માહિતી અધિકારી હોય છે. ત્યારે ઓખાની પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર દ્વારા જ આર.ટી.આઈ.ની અરજી પત્રકારના પુત્રના નામની હોય, સ્વીકારવાનો જ ઇન્કાર કરતા આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવ્યાનું બહાર આવેલ છે. જે અંગેની વિગત મુજબ અહીંના જાગૃત પત્રકાર દ્વારા પોતાના જ પુત્રના નામે આવેલ રજીસ્ટર પોસ્ટની ડિલિવરી થવા અંગેની માહિતી છ મહિના પહેલાની હોય, નિયમ મુજબ માહિતી મેળવવાના ફોર્મ એમાં એપ્લિકેશન લખી રૂબરૂ ફી ભરપાઈ કરી આપવા ગયેલા ત્યારે ફરજ ઉપરના જવાબદાર અધિકારી પોસ્ટ માસ્તર કે જે કચેરીના પ્રથમ માહિતી અધિકારી હોય છે તેમના દ્વારા પત્રકારની ગુન્હેગાર જેમ પુછપરછ કરવા લાગતા પત્રકારે તેમને નિયમ મુજબ અરજી સ્વીકારવાનું જણાવતા રોષે ભરાયેલ. આ અધિકારી દ્વારા અરજી સ્વીકાર કરવાનો ઇન્કાર કરતા આ અધિકારીને કાયદાનું જ્ઞાન ના હોવાનું જણાતા તેમના દ્વારા તેમના ઉચ્ચ જવાબદાર અધિકારી સુપરિટેન્ડેન્ટ ઓફ પોસ્ટના ટેલિફોન નંબરની માંગણી કરતા તે આપવાનો પણ ઇન્કાર કરતા પત્રકાર દ્વારા નિયમ મુજબ આ અંગેનું જાહેર બોર્ડ ક્યાં રાખ્યાનું જણાવતા પરિસ્થિતિ પામી ગયેલ. અધિકારી દ્વારા જામનગર સુપરિટેન્ડેન્ટ ઓફ પોસ્ટની કચેરીનો જનરલ ટેલિફોન નંબર આપવામાં આવતા પત્રકાર દ્વારા ત્યાં ફોન કરી અધિકારીના પી.એ. સાથે વાત કરતા નિયમોના જાણકાર અને સેકન્ડ માહિતી અધિકારી દ્વારા આ અજ્ઞાની અધિકારીને અરજી સ્વીકારવાનું જણાવતા ફરીને પોસ્ટ માસ્તર દ્વારા પોતાની પાસે અરજીની રકમનો પોસ્ટલ ઓર્ડર ના હોય, બેંકર્સ ચેક લાવવાનું જણાવી આ અરજીનો ઉલાળીયો કરવાનો પ્રયત્ન કરતા પત્રકાર દ્વારા ફરીને આ પ્રશ્ને કાયદા અને નિયમનું ભાન કરાવતા ખોટી લાંબી રકઝક બાદ અરજી સ્વીકારવામાં આવતા આ પ્રશ્ને પત્રકાર દ્વારા પોસ્ટ માસ્તર જનરલને ઓનલાઈન ફરિયાદ કરી માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ ૨૦૦૫નું કોઇપણ પ્રકારનું જ્ઞાન ના ધરાવતા આ અધિકારીને શહેરી વિસ્તારની પોસ્ટ ઓફીસમાં ફરજ સોંપવાના બદલે તાત્કાલિક અસરથી ગ્રામ્ય વિસ્તારમાં બદલી કરવાની માંગણી કરવામાં આવ્યાનું બહાર આવેલ છે. ત્યારે પ્રશ્ને તે ઉપસ્થિત થાય છે કે અત્યારના કોમ્પ્યુટર યુગના જમાનામાં ફક્ત એક ક્લિક કરવાથી વર્ષો જૂની કોઈપણ માહિતી સેકન્ડમાં મળી જાય છે ત્યારે અહીં તો ફક્ત છ મહિના જૂની માહિતી પણ આપવાનો ઇન્કાર કરવા સ્વરૂપે અરજી જ સ્વીકારવાનો ઈન્કાર જાે ભણેલ ગણેલ અને જાગૃત પત્રકારને કરવામાં આવ્યો હોય તો બાકી સામાન્ય પ્રજાની હાલત આ કચેરીમાં કેવી હશે તે તપાસનો વિષય છે. ત્યારે હવે આ પ્રશ્ને કોઈ પગલાં ભરવામાં નહિ આવે તો આ અંગે માહિતી આયોગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવનાર હોવાનું નકારી શકાતું નથી.

error: Content is protected !!