કેશોદ કોંગ્રેસ પરિવારમાં આગવું નામ ધરાવતા અને કોંગ્રેસને કેશોદ ૮૮ વિધાનસભા મત વિસ્તારમાં જેમણે પોતાના અથાગ પ્રયત્નોથી કોંગ્રેસ પરિવારનું નામ રોશન કર્યુ છે એવા કેશોદ શહેર કોંગ્રેસ પુર્વ પ્રમુખ સમીર પાંચાણીનો આજે જન્મદિવસ છે. સમીર પાંચાણી કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હોદો સંભાળ્યો હતો. તે સમય દરમ્યાન કેશોદ શહેરના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહી અનેક સુવિધાઓ અપાવી છે. લોકોના પ્રશ્નો હોય કે શહેરની કોઈ સમસ્યા હોય, દિવસ-રાત જાેયા વગર લોકોની અને શહેરની સમસ્યા હલ કરવા બુલંદ અવાજ ઉઠાવી તંત્ર સુધી પહોંચાડી લોકોના પ્રશ્નો હલ કરી અનહદ લોક ચાહના મેળવનાર કેશોદ શહેર કોંગ્રેસ પુર્વ પ્રમુખ સમીર પાંચાણીનો આજે જન્મદિવસ છે. જન્મ દિવસ નિમીતે રાજકીય, સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજીક સંગઠનો સહિત કેશોદ ૮૮ વિધાનસભા મત વિસ્તાર કોંગ્રેસ હોદેદારો કાર્યકરો મતદારો દ્વારા સમીરભાઈ પાંચાણીને તેમના મોબાઈલ નંબર ૯૩૭૬૭ ૩૩૩૦૦ જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.