કેન્દ્ર સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા પાડેલ અધિસુચના દ્વારા જાહેર કરેલ MSP સમિતિ માં ખેડૂત સમૂહના પ્રતિનિધિ તરીકે ઈફકોના ચેરમેન તેમજ રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીની નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા રદ કર્યા બાદ ખેડૂત સંગઠનોની માંગણીઓ પર ધ્યાન આપવા માટે પેનલની રચના કરવાનું વચન આપ્યા મુજબ કેન્દ્ર સરકારે પૂર્વ કૃષિ સચિવ સંજય અગ્રવાલની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરી છે. આ સમિતિ કૃષિ ક્ષેત્રમાં સુધારા લાવવા, દેશભરના ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP ) ઉપલબ્ધ કરાવવા તેમજ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારને જરૂરી સૂચનો કરશે. આ સમિતિમાં ખેડૂત પ્રતિનિધિઓ ઉપરાંત, નીતિ આયોગના સભ્ય રમેશ ચંદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટમાંથી કૃષિ અર્થશાસ્ત્રી CSC શેખર અનેIIM, અમદાવાદના સુખપાલ સિંઘ, ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહીતનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.