મેંદરડાનો મધુવંતી ડેમ સૌની યોજના થકી જળરાશીથી ભરવામાં આવશે

0

મેંદરડાનો મધુવંતી ડેમ સૌની યોજનાના મધ્યમથી ભરવામાં આવશે. જેથી આવનારા સમયમાં આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇનો ખૂબ મોટો ફાયદો થવાની સાથે ભુગર્ભ જળનું સ્તર પણ ઉંચુ આવશે. તેમ જિલ્લા પંચાયતના સદસ્ય હરેશભાઇ ઠુંમરે દાત્રાણા ગામે વંદે ગુજરાત વિકાસયાત્રાને આવકારતા જણાવ્યુ હતું. આ પ્રસંગે દાત્રાણા ગામના આંતરિક રોડ અને પૂર સંરક્ષણના દિવાલના વિકાસ કામોનું લોકર્પણ કરવામાં આવ્યુ હતું. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્યમાન કાર્ડ, પોષણ કીટ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વ્હાલી દિકરી સહિતની યોજનાઓના લાભનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ઉપરાંત કેરોસીન મુક્ત ગામ બનાવવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. ગુજરાત સરકારના ૨૦ વર્ષના સુશાસનની વિગતો આપતા ઠુંમરે જણાવ્યુ કે, જ્યોતિગ્રામ યોજના દ્વારા ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ થતા લોકોને ખૂબ મોટી રાહત પહોચી છે, ઇમરજન્સી સેવા ૧૦૮ના માધ્યમથી હજારો-લાખો લોકોના જીવ બચાવવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યુ છે. શિક્ષણની માળખાગત સુવિધાઓમાં વધારો કરીને ગ્રામીણ કક્ષાએ પણ ગુણવતાયુક્ત શિક્ષણ આપી ભાવિ પેઢિનું નિર્માણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્યમાન કાર્ડના માધ્યમથી ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોની આરોગ્યની ચિંતા ટળવાની સાથે ગંભીર બિમારીઓમાં આરોગ્ય કવચ મળ્યુ છે. ઉપરાંત રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં ધરખમ સુધારો થતા પ્રજા આજે શાંતિ અને સલામતતી અનુભૂતી કરી રહી છે. આમ બે છેલ્લા બે દાયકામાં પ્રજાલક્ષી પ્રકલ્પોથી ગુજરાતે વિકાસના નવા આયામો સર કર્યા છે. તેમ શ્રી ઠુંમરે ઉમેર્યુ હતું. આ પ્રસંગે મામલતદાર શ્રી કરમટા, પીજીવીસસીએલના ઇજનેર શ્રી ચરડવા , તાલુકા હેલ્થ ઓફિસર શ્રી પરમાર, મેડીકલ ઓફિસર જીજ્ઞેશ ભરડવા, અગ્રણી દિપકભાઇ બલદાણીયા, નારણભાઇ અખેડ, બોધાભાઇ રાફુસ સહિતના પદાધિકારી-અધિકારી અને ક્લસ્ટરગામના સંરપંચઓ-ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

error: Content is protected !!