આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સૌરાષ્ટ્ર સંભાગની બેઠક રાજકોટ ખાતે યોજાઈ

0

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પહેલી ઓગષ્ટના દિવસે સમગ્ર ભારતમાં દોઢ લાખથી વધુ શાળાઓમાં ભારત માતાનું પૂજન, વીર શહીદ પરિવારોનું સન્માન તેમજ સૈનિક પરિવારોનું સન્માન કરવાના કાર્યક્રમો એક જ દિવસે સમગ્ર ભારતમાં યોજવામાં આવશે જેમાં ગુજરાત રાજ્યમાં પણ ૨૫૦૦૦થી વધુ શાળાઓમાં આ કાર્યક્રમ યોજાશે જેના માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગની બેઠક રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મળી હતી જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ ઉપસ્થિત રહી અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું તેમજ સૌરાષ્ટ્રના સંગઠન મંત્રી જયંતીભાઈ ગોહિલ અને માધ્યમિક વિભાગના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જીતુભાઈ ખુમાણે આ કાર્યક્રમ ગુજરાતની અંદર પહેલી ઓગષ્ટના દિવસે ગુજરાતની ૨૫૦૦૦ કરતા વધુ શાળાઓમાં યોજાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છના બાર જિલ્લાના અધ્યક્ષ સંગઠન મંત્રી તેમજ જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાત રાજ્યમાં પહેલી ઓગષ્ટના દિવસે ગુજરાતની ૨૫૦૦૦થી વધુ શાળાઓમાં આ કાર્યક્રમ યોજાશે જેમાં શાળાઓની અંદર ભારતમાતાનું પૂજન થશે તેમજ સ્વતંત્રતામાં યોગદાન આપનાર સ્વાતંત્ર વીરોના જીવન કવન ઉપર વક્તવ્ય યોજાશે. ગામ-શહેરમાં યાત્રા સ્વરૂપે રેલી તેમજ સ્વાધીનતા સંગ્રામના ૭૫ શૂરવીરનું પુસ્તક દરેક શાળાને ભેટ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં શિક્ષકો સમાજ શ્રેષ્ઠીઓ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વિદ્યાર્થીઓ જાેડાશે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગુજરાત પ્રાંતના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જીતુભાઈ ખુમાણની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!