સુત્રાપાડા ખાતે પૂર્વ મંત્રીના પુત્રની પુણ્યતિથિએ પુષ્પાંજલિ, નેત્રયજ્ઞ કેમ્પ અને ગાયત્રી યજ્ઞનાં કાર્યક્રમ યોજાયા

0

રાજય સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી એવા સોમનાથ જિલ્લાના વતની જશાભાઈ બારડના નાના પુત્ર અને ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી દિલીપસીંહ બારડના ભાઈ સ્વ. ડો.ભરતભાઈ બારડનું વર્ષો અગાઉ ગોવાના દરીયામાં અકસ્માતે દુઃખદ અવસાન થયેલ હતું. તેઓની ૧૪મી પુણ્યતિથિ નિમીતે બારડ પરીવાર દ્વારા સ્વ. ડો.ભરતભાઈની પુણ્યતિથિએ સેવાકીય ભાવનાને જાગૃત રાખવા સામાજીક સેવાકીય કાર્યો કરે છે. જેના ભાગરૂપે ગઈકાલે સુત્રાપાડામાં ડો.ભરત બારડ શૈક્ષણિક સંકૂલ ખાતે પ્રથમ પુષ્પાંજલી આપી શ્રદ્ધાંજલી અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં નેત્રયજ્ઞ કેમ્પ યોજાયેલ જેમાં વેરાવળના ડો. હિરેન થાનકી દ્વારા આંખના દર્દીઓનું નિદાન તથા સારવાર કરવામાં આવી હતી અને જે દર્દીઓને મોતિયાની તકલીફ હોય તેઓને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવેલ હતા. તેઓને નેત્રમણિ બેસાડી અને મોતિયાનું ઓપરેશન કરાશે. આ સારવાર દરમ્યાન તમામ દર્દીઓને રહેવા, જમવા, નાસ્તા અને મુસાફરીની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવશે. આ નેત્રયજ્ઞ કેમ્પનો ૨૧૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. તો ૧૫ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરાવવા માટે વેરાવળ લઈ જવામાં આવેલ હતા. બાદમાં પુણ્યતિથિ નીમીતે તેમના ઘરે ગાયત્રીયજ્ઞ કરવામાં આવેલ જેમાં તેમના પિતા જશાભાઈ બારડ, માતા ઉજીબેન, કાકા રામભાઈ, ભાઈ દિલીપસિંહ અને અજયભાઈ સહિતના પરીવારજનો જાેડાયા હતા. આ ધાર્મિક અને સામાજીક કાર્યક્રમમાં કાળાભાઈ ઝાલા, લખમણ પરમાર, શૈલેન્દ્રસિંહ રાઠોડ, રાજવીર ઝાલા, દિલીપ ઝાલા, માનસિંહ ડોડીયા, રામભાઇ કરમટા, દાનસિંગ પરમાર, સંજયભાઈ ડોડીયા સહિત સામાજીક-રાજકીય આગેવાનો તેમજ સુત્રાપાડા નગરપાલીકાના સભ્યો, માધ્યમિક શાળાના આચાર્ય જાેષી, કોલેજના પ્રિન્સીપાલ શ્રી પાઠક સહિત શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ડો.ભરતભાઈ બારડને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

error: Content is protected !!