બિલખાનાં વિશ્વ પ્રસિધ્ધ આનંદ આશ્રમમાં યોજાયેલ સંસ્કૃત વિષયની સ્પર્ધામાં સરકારી કન્યા શાળાની બાળા વિજેતા

0

બિલખા ખાતે આવેલ વિશ્વ પ્રસિધ્ધ પૂ. ગુરૂદેવ શ્રી નથુરામ શર્માજીનાં આશ્રમમાં જૂનાગઢનાં ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત શ્લોક પઠનની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અનેક ખાનગી તેમજ સરકારી શાળાનાં બાળકોએ ભાગ લીધો હતો. જેમાં બિલખાની સરકારી કન્યા શાળાની બાળાઓએ પણ ભાગ લીધો હતો. જેમાં કુ. બીંદીયા નરેન્દ્રભાઈ ખાવડુએ ત્રીજાે નંબર પ્રાપ્ત કરી સરકારી શાળા અને ગામનું નામ રોશન કરેલ છે. વિશેષમાં બિલખાની આ કન્યા શાળામાં ભણતી મુસ્લીમ બાળા ફાતમા સલીમભાઈ બેલીમે પણ ભાગ લીધો હતો. તમામ વિદ્યાર્થીનીઓને સંપૂર્ણ માર્ગદર્શન શાળાનાં શિક્ષીકા મીનલબેન, રીનાબેન તથા આચાર્ય જાેબનપુત્રાએ આપેલ હતું.

error: Content is protected !!