ગુજરાત જમીયત ઉલેમા-એ-હિંદની બરોડા ખાતે કારોબારી બેઠક મળી

0

ગુજરાત જમીયત ઉલેમા-એ-હિંદના કારોબારી સભ્યો અને જીલ્લા જમીયતના હોદ્દેદારોની રવિવારે બરોડા ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં જમીયતના બંને ગૃપને એક કરવાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. એક દાયકાથી અલગ પડી ગયેલા જમીયતના બંને જૂથને એક કરવાના ભાગરૂપે જમીયત ઉલેમા ગુજરાતના તમામ કારોબારી સભ્યોએ તેમજ તમામ જીલ્લાના હોદ્દેદારોએ પોતાના તમામ ઈખ્તિયાર અને પાવર્સ જમીયત ઉલમાએ હિન્દના અધ્યક્ષ હઝરત મૌલાના સૈયદ મહેમુદ મદનીને સૂપર્દ કરી દેવાનો ર્નિણય કર્યો છે. જેનાથી ગુજરાત જમીયતનો તમામ પાવર મૌલાના મહેમુદ મદનીના હાથમાં રહેશે. જેથી સેન્ટ્રલ જમીયતના પ્રમુખ જમીયતને એક કરવા સ્વતંત્ર રીતે મોટો ર્નિણય લઈ શકશે. એજ રીતે ગુજરાત જમીયતનો આ ર્નિણય એવું ફલિત કરે છે કે, મુલ્ક મિલ્લતની ખિદમત માટે તેઓ હોદ્દાને નહી બલ્કે તેમના કાઈદને વળગીને કામ કરે છે.
જમીયતની એકતા માટે અને મુલ્ક મિલ્લતની ભલાઈ માટે તેઓ પોતાના હોદ્દાઓ પણ ત્યજી દેવાની ખેલદિલી બતાવી છે. એવી જ રીતે શુક્રવારે પત્રકાર સમક્ષ મૌલાના મહેમુદ મદનીએ પણ જમીયતને એક કરવા પોતાનો હોદ્દો ડાઉન કરવાની તૈયારી બતાવી એવા સંકેતો આપ્યા છે કે, મૌલાના અરશદ મદની પ્રમુખ પદ ઉપર રહે તો તેઓ તેમની કયાદતમા કામ કરવા તૈયાર છે. એજ રીતે સદ્ભાવના મંચને મજબૂત બનાવવાના ભાગરૂપે હિન્દુ-મુસ્લીમ વચ્ચે વધતી ખાઈ ઘટાડવા દરેક જીલ્લામાં કાર્યક્રમો યોજવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તમામ કાર્યક્રમોમાં સંપૂર્ણ સાથ સહકાર આપવા તેમજ તે અંતર્ગત મદ્રેસા, સ્કૂલ તેમજ સંસ્થાઓમાં કાર્યક્રમો યોજી આઝાદી માટે તન, મન, ધનથી કુરબાની આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને યુવાનોમાં દેશદાઝની ભાવના પેદા કરવા માટે પણ સુચનો કરવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ અજમેર શરીફ ખાતે ખ્વાજા સાહેબના ઉર્શમા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. તેમજ દેવબંદી અને બરેલવી વચ્ચે વધતું અંતર ઘટાડવા માટે કાર્યક્રમો યોજાશે. આ બેઠકમાં બનાસકાંઠા જમીયતના પ્રમુખ મોલના અ. કૂદ્દૂસ નદવીએ તબલીગ જમાતના બે ગૃપને પણ એક કરવાનું સુચન કર્યું હતું. તબલીગ જમાતના બંને ગૃપને એક કરવાનો પણ મુદ્દો ચર્ચાયો હતો. એજ રીતે દેવબંદી બરેલવી ફીરકાને પણ એક કરવાની કવાયત હાથ ધરવામાં આવશે. ગુજરાત જમીયતના પ્રમુખ અલ્લામા રફીક બરોડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ઉપપ્રમુખ મુફતી એહમદ દેવલ્વી, મોલાના નૂર મુહમ્મદ ગાઝી, મૌલાના અબ્દુલ કુદ્દૂસ નદવી, એમ.જી. ગુજરાતી, જનરલ સેક્રેટરી પ્રોફેસર નિશાર એહમદ અન્સારી, સેક્રેટરી અસલમ કુરેશી તેમજ જૂનાગઢ જમીયતના મૌલાના ઈકબાલ બેરા, અ. રજાક ગોસલીયા, યુસુફ ચાંદ, નદીમ કરૂડ સહિત દરેક જીલ્લામાંથી મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા હતા.

error: Content is protected !!