બાબા મિત્ર મંડળ અન્નક્ષેત્ર દ્વારા જરૂરિયાતમંદ લોકોને રેઈનકોટનું વિતરણ

0

બાબા મિત્ર મંડળ અન્નક્ષેત્ર જૂનાગઢ દ્વારા જરૂરીયાતમંદ બાળકોને દાતા તરફથી મળેલ રેઈનકોટ તથા પ્લાસ્ટિકનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બાબા મિત્ર મંડળના કાર્યકર્તા સમીર દંતાણી, સમીર દવે, દીનેશભાઈ રામાણીએ જહેમત ઉઠાવી હતી. બાબા મિત્ર મંડળ અન્નક્ષેત્ર દ્વારા જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને નમ્ર વિનંતી છે કે, આપના ઘરમાં નકામા પ્લાસ્ટિક, રેઈનકોટ હોય તો દાન કરવા બાબા મિત્ર મંડળ અન્નક્ષેત્રની ઓફીસે મોકલી આપવા પ્રમુખ (મો.૯૪૨૬૧ ૬૮૨૯૬) અને ઉપપ્રમુખ (મો.૯૯૦૪૫ ૫૬૮૫૮)ની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!