સોરઠ પંથકમાં શ્રાવણનાં સરવડા મારફત ઝરમર વરસાદ

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગત શનિવારથી શ્રાવણ માસનાં સરવડાની માફક ઝરમરીયો વરસાદ વરસી રહયો છે. મેઘાવી માહોલની વચ્ચે ધીમી ધારે વરસાદ પડી રહયો છે. સવારથી મોડી રાત સુધી હળવાથી ભારે વરસાદનાં ઝાપટા સતત ચાલુ રહે છે. કયારેક તડકો તો કયારેક વાદળછાયું વાતાવરણ રહે છે. અત્રે ઉલલ્ખનીય છે કે આ વર્ષે મેઘરાજાની ખૂબજ કૃપા રહી છે અને અત્યાર સુધીમાં જ ૬૦ ટકાથી વધુ વરસાદ પડી ચુકયો છે. અને હજુ પણ વરસાદની મોસમ બાકી છે ત્યારે આ વર્ષે ૧૦૦ ટકા વરસાદ પડે તેવી આશા સેવાઈ રહી છે.

error: Content is protected !!