માંગરોળ બંદર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા સેનાનીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. માછીમારીની સિઝન દરમ્યાન પોતાની જાળમાં આવતા પ્લાસ્ટિક કે નકામા કચરાને દરિયામાં નહી નાખી તેને કિનારે પાછો લાવી, અંદાજીત ૧૦ ટન જેટલા પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરી સમુદ્રને સ્વચ્છ રાખવાના ઉમદા કાર્ય બદલ સ્થાનિક સંસ્થાઓ દ્વારા દરેક માછીમાર ભાઈઓને હાર પહેરાવી, સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન મહાવીર મચ્છીમાર મંડળી તેમજ દ્ગઈ્હ્લૈંજીૐ- સ્ઁઈડ્ઢછના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં માછીમારોએ હાજરી આપી હતી.