ખંભાળિયામાં ગુર્જર સુતાર જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા

0

ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા જ્ઞાતિના સંકુલ “વિશ્વકર્મા બાગ” ખાતે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા તેમજ સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૮માં વિદ્યાર્થી સન્માન સમારોહના આ કાર્યક્રમમાં જ્ઞાતિના નામાંકિત પ્રોફેસર, ડોક્ટર, ઉદ્યોગપતિઓ તથા જ્ઞાતિની સંસ્થાઓના ટ્રસ્ટીઓ, મહાનુભાવો તેમજ શહેર તથા જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરતા મહાનુભાવોએ વર્તમાન સમયમાં શિક્ષણની મહત્વતા જણાવતાં પોતાના વક્તવ્યમાં દેશ અને જ્ઞાતિ માટે સંસ્કાર સાથે શિક્ષણ ખુબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાનો તથા દાતાઓનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જાહેર સન્માનના આ કાર્યક્રમ બાદ વિશ્વકર્મા પ્રભુજીની સંધ્યા મહાઆરતીનો સૌએ લાભ લીધો હતો. ત્યાર બાદ સમૂહ જ્ઞાતિ ભોજનનું પણ આયોજન કરાયું હતું. આ તમામ કાર્યક્રમોના દાતા તરીકે સ્વ. બાબુભાઈ દેવજીભાઈ સુરેલિયા તથા સ્વ. જશુબેન બાબુભાઈ સુરેલિયા પરિવારના જયેશભાઈ તથા પરેશભાઈ બાબુભાઈ સુરેલિયા રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન જયંતીભાઈ સુરેલીયાએ કર્યું હતું. આ સમારોહમાં જ્ઞાતિના પ્રમુખ હરૂભાઈ વધાડીયા સાથે જ્ઞાતિના તમામ નાના-મોટા કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!