Tuesday, August 9

ખંભાળિયામાં શહેર ભાજપની મહત્વની કારોબારી બેઠક યોજાઈ : મહાનુભાવો દ્વારા કાર્યકરોનું ઉદબોધન કરાયું

0

ખંભાળિયામાં શહેર ભાજપની કારોબારી બેઠક અહીંના નગરપાલિકા સંચાલિત યોગ કેન્દ્ર ખાતે યોજવામાં આવી હતી. પ્રદેશ ભાજપની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જાેગલના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેર ભાજપની પદાધિકારી (કારોબારી) બેઠક શહેર પ્રમુખ અનિલભાઈ તન્નાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ગુજરાત સરકારના પૂર્વમંત્રી મુળુભાઈ બેરાએ સરકારી યોજનાના લાભો વધુમાં લોકો સુધી પહોંચાડી, આગામી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કારોબારીમાં ખંભાળિયા વિધાનસભાના પ્રભારી ધર્મરાજસિંહ જાડેજાએ સંગઠન અધૂરા કાર્ય ઝડપથી પૂરા કરી ચૂંટણી વ્યૂહરચનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવીએ “હર ઘર ત્રિરંગા”, સદસ્યતા અભિયાન અને બુથ સશક્તિકરણ બાબતે વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત મેરામણભાઈ ભાટુએ પ્રદેશ કારોબારી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભાજપના કન્વીનર હિતેન્દ્રભાઈ આચાર્યએ નગરપાલિકાએ કરેલા વિકાસ કાર્ય અંગે સૌને માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા દરેક અપેક્ષિતોનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ માટે મહત્વની એવી આ કારોબારી બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાએ સ્વાગત પ્રવચન કરી, અને કાર્યક્રમો વિષે પ્રેરક ઉદબોધન કર્યું હતું. સદસ્યતા અભિયાન અને પેજ સમિતિમાં નોંધપાત્ર કામગીરી કરનારા કાર્યકરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં સંગઠનના તમામ હોદેદારો, નગરપાલિકા દરેક સદસ્યો, તમામ મોરચા- સેલના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મીટીંગ સફળ બનાવવા માટે શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્નાના વડપણ હેઠળ યુવા ભાજપ તથા તેમની ટીમએ ભારે જેહમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમારએ તેમજ આભાર દર્શન મહામંત્રી પીયૂષભાઈ કણજારીયાએ કરી હતી. આ બેઠકમાં શહેર કિસાન મોરચાના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ શિવુભા જાડેજાની નિમણુંક શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા કરવામાં આવી હતી. આ તમામ આયોજન તથા મીટીંગને સફળ બનાવવા બદલ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા સમગ્ર ટીમના દરેક કાર્યકરો વિગેરેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!