ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ(સાંજ) અમદાવાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ(સાંજ) અમદાવાદ ખાતે તા.૨૩-૭-૨૦૨૨ના રોજ ઇકોક્લબ, એન.એસ.એસ. અને એન.સી.સી.ના સંયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરીના જાેઈન્ટ કમિશ્નર નારાયણ માધુ ઉપસ્થિત રહ્યા હતા. તેમના તેમજ કોલેજના આચાર્ય ડો. હિમ્મત ભાલોડીયાના હસ્તે વૃક્ષરોપણની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ઇકોક્લબ, એન.એસ.એસ. અને એન.સી.સી.ના કો-ઓર્ડીનેટર, સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ છોડની જાળવણી અને માવજત માટે ટ્રી-ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. ભાલોડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આયોજન ડો. ભાવિન પરમાર, ડો. વિનોદ મોવલીયા અને પ્રો. સંદીપ સાંચલાએ કર્યું હતું.

error: Content is protected !!