અધ્યાપક સહાયકોને માસિક સીતેર હજાર રૂપિયા પગાર ચૂકવવા અને તેની નોકરી સળંગ ગણી તમામ લાભો આપવા ડો. નિદત બારોટની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એજ્યુકેશન ફેકલ્ટીના ડીન અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના પૂર્વ ઉપકુલપતિ ડો. નિદત બારોટે રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી રાજ્યના અધ્યાપક સહાયકોને માસિક સીતેર હજાર રૂપિયા પગાર ચૂકવવા અને તેની નોકરી સળંગ ગણી તમામ લાભો આપવા રજૂઆત કરી છે. શિક્ષણવિદ ડો. નિદત બારોટે રાજ્યના મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષો પહેલા અધ્યાપક સહાયક નામની યોજના દાખલ કરવામાં આવી હતી. આ યોજના જે તે વખતે કોલેજાેમાં પુરા પગાર સાથે અધ્યાપકોની ભરતી કરવાને બદલે ફિક્સ પગાર સાથે અધ્યાપકોની ભરતી કરવામાં આવે, તેવા અધ્યાપકોને અધ્યાપક સહાયકનું નામાભિધાન આપવામાં આવ્યું હતું. આપને ભૂતકાળ વિષે જણાવવાનું કે, આ અધ્યાપકોને શરૂઆતમાં ૭,૫૦૦ ફિક્સ પગાર મળતો હતો, આ પગારનો ફેરફાર કરીને રાજ્ય સરકારે વર્ષ ઓકટોબર ૨૦૧૨માં ૧૬,૫૦૦ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ મે ૨૦૧થી આ પગાર ૧૬,૫૦૦થી વધારીને ૨૫,૦૦૦ ફિક્સ પગાર તરીકે કરવાનો ર્નિણય થયો હતો. વર્ષ એપ્રિલ ૨૦૧૭થી આ પગાર ૨૫,૦૦૦થી વધારીને ૪૦,૧૦૦ કરવામાં આવ્યો હતો. આમ દર બે થી ત્રણ વર્ષે અધ્યાપક સહાયકોના પગાર ધોરણમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વધારો કરવા પાછળ એવા કારણ હતા કે, અધ્યાપક સહાયક તરીકે જાેડાયેલા ઉમેદવારોને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પગારને બદલે થોડો વધારે પગાર મળતો હોય, વળી યુજીસી દ્વારા અધ્યાપકોના પગાર ધોરણ પણ રાજ્ય સરકારના ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક કરતાં ઘણા વધારે હોય છે. હાલમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા જાેડાતા શિક્ષક સહાયકોનો પગાર ૩૯,૫૦૦ જેટલો છે, જ્યારે અધ્યાપક સહાયકોનો પગાર ૪૦,૧૦૦ છે. આમ અધ્યાપક સહાયકોનો પગાર છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી ન વધવાને કારણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અને કોલેજના અધ્યાપક સહાયક વચ્ચે પગારમાં નજીવો તફાવત રહ્યો છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની લાયકાત અને અધ્યાપક સહાયકની લાયકાત વચ્ચે ખૂબ મોટો તફાવત છે. દાખલા તરીકે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને પોતે મેળવેલી બી.એડ.ની પદવી ઉપરાંત અનુસ્નાતક વિષયમાં ૫૫ ટકા હોવું ફરજિયાત નથી, જ્યારે અધ્યાપક સહાયકને અનુસ્નાતક કક્ષાએ ૫૫ ટકા ઉપરાંત ત્રણ વર્ષ સુધી મહેનત કરીને મેળવેલી પીએચડીની પદવી અથવા પ્રમાણમાં કઠિન કહેવાતી નેટ અથવા સ્લેટની પરીક્ષા ઉત્તીર્ણ થવું જરૂરી છે. વળી અધ્યાપક સહાયક થવા માટે તેઓએ સંશોધન કાર્યના જુદા જુદા સંશોધન પત્રો રજૂ કરવા પણ આવશ્યક છે. આમ અધ્યાપક સહાયકને પોતે મેળવેલી ઉચ્ચ પદવીઓ અને પોતે કરેલા સંશોધનોને ધ્યાને લેતા મળતો પગાર ધોરણ ખૂબ જ નીચો છે. યુજીસી પ્રમાણે નવા અધ્યાપકો નોકરીમાં જાેડાય તો હાલના પગાર ધોરણ મુજબ તેઓને ૭૫ હજારથી વધુ પગાર મળવાપાત્ર છે. હાલમાં અધ્યાપક સહાયકોનો ઓછામાં ઓછો પગાર જાે ફિક્સ આપવાનો હોય તો પણ ૭૦,૦૦૦ જેટલો નક્કી થવો જાેઈએ. અગાઉ પણ જ્યારે જ્યારે અધ્યાપક સહાયકોનો પગાર વધારો થયો છે તેની ટકાવારી ગણવામાં આવે તો પણ આ પગાર ઓછામાં ઓછો ૬૫ થી ૭૦ હજાર વચ્ચે થવા જાય છે. આટલા બધા લાંબા સમય સુધી અધ્યાપક સહાયકનો પગાર વધારો ન થવો એ રાજ્ય સરકારની ઉચ્ચ શિક્ષણ પ્રત્યેની નિરસતા દર્શાવે છે. આપને અધ્યાપક સહાયકો વતી નીચેની બે બાબતો પ્રત્યે તાત્કાલિક ર્નિણય કરવા વિનંતી છે. (૧) અધ્યાપક સહાયકોનો પગાર ૪૦,૧૦૦ થી વધારે ૭૦,૦૦૦ કરવામાં આવે. (૨) અધ્યાપકોને ફાજલનું રક્ષણ અને તેમના અનુભવને પોતાની સળંગ નોકરીમાં અને પ્રમોશનમાં પૂર્ણ સમયના અધ્યાપક તરીકે જે ગણતરી કરવામાં આવે છે તે જ પ્રમાણે અધ્યાપક સહાયકના અનુભવની પણ ગણતરી કરવામાં આવે.

error: Content is protected !!