જૂનાગઢનાં સરદારબાગ પાછળથી જાહેરમાં વરલી-મટકાનાં જુગાર અંગે બે સામે કાર્યવાહી

0

જૂનાગઢનાં સરદારબાગ પાછળનાં ભાગે વરલી-મટકાનાં જુગાર રમતા બે શખ્સો વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીનાં આધારે સરદારબાગ પાછળ જુગાર અંગે દરોડો પાડતા મોતીભાઈ ઓસમાણભાઈ પાસે યુસુફભાઈ ઈબ્રાહીમભાઈએ જાહેરમાં વરલી-મટકાનાં કલ્યાણ ઓપન કેન પાનાનાં આંકડાઓ આરોપી ૧ પાસે આરોપી રનાંએ લખાવી અને કપાત કરી વરલી-મટકાનાં આંક ફરકનો જુગાર રમી રમતા હોય, તેમનાં કબ્જામાંથી રૂા.૧૦,૩૯૦ની રોકડ, મોબાઈલ ફોન, બોલપેન વિગેરે મળી કુલ રૂા.૧૩,૮૯૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે. સી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ભેસાણ તાલુકાનાં કરીયા ગામે ઝેરી દવા પીતા મૃત્યું
ભેંસાણ તાલુકાનાં કરીયા ગામનાં બસીરાબેન ફારૂકભાઈ શાહમદાર(ઉ.વ.ર૭) તામસી મગજનાં હોય જેનાં કારણે તેઓએ પોતાની મેળે ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંગરોળ પંથકમાં જુગાર દરોડો : રૂા.૧,૪૪,પ૦૦નાં મુદ્દામાલ સાથે ૭ ઝડપાયા
જૂનાગઢ જીલ્લાનાં માંગરોળ મરીન પોલીસ દ્વારા ગઈકાલે ચોક્કસ બાતમીનાં આધારે મુકતપુર આતરીની ધાર નજીકથી જાહેરમાં જુગાર રમતા પત્તા પ્રેમીઓને જુગાર રમતા ઝડપી લીધેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલ વિગત અનુસાર, માંગરોળ મરીન પોલીસે મુકતપુર આતરીની ધારામાં જંગલ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને કુલ રૂા.૧,૪૪,પ૦૦ની રોકડ, મોબાઈલ ફોન સહિતની માલમતા સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

વિસાવદરનાં ખજુરીયાની સીમમાંથી જુગાર રમતા ૬ ઝડપાયા
વિસાવદર પોલીસે ખજુરીયા ગામે ઓળખાતી સીમમાં ભઠીયા નદીનાં કાંઠે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા.ર૧,ર૭૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

મેંદરડાનાં રાજાવડ ગામે જુગાર દરોડો : ૬ ઝડપાયા
મેંદરડા પોલીસે રાજાવડ ગામે જુગાર અંગે દરોડો પાડી ૬ શખ્સોને રૂા.૪,૪૮૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢમાં જીંદગીથી હારી ગયેલા વૃધ્ધે જીવનનો અંત આણ્યો
જૂનાગઢ શહેરમાં કાળવા ચોક શીતલા કુંડ પાસે શીલ્પ-બી એપાર્ટમેન્ટ, બ્લોક નં.૩૦૧ ખાતે રહેતા ગોવિંદભાઈ રામભાઈ વાળા(ઉ.વ.૬પ)ને અગાઉ હાર્ટએટેક ત્રણવાર આવેલ અને બિમાર હતા જેથી મનોમન જીંદગીથી હારી ગયેલ હતા. તેઓએ પોતાની મેળે સેલફોર્સનાં ટીકડા પી જતા તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!