ભેંસાણ તાલુકાના માંડવા ગામે મનરેગા હેઠળ નિર્માણ પામેલ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આંગણવાડી કેન્દ્રમાં આકર્ષક ડિઝાઈન સાથે તૈયાર કરવામાં આવી છે. સાથે જ નાન ભૂલકાઓને પસંદ પડે તેવા રંગબેરંગી ચિત્રો કંડારવામાં આવ્યાં છે. ઉપરાંત આંગણવાડી સંલગ્ન અદ્યતન સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખની સતત દેખરેખ-માર્ગદર્શન સાથે અન્ય વિભાગના અધિકારીઓ સાથે સંકલનના પરિણામે આ સ્માર્ટ આંગણવાડી તૈયાર કરવામાં આવી છે. આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરપર્સન લાભુબેન ગુજરાતી, અમુભાઇ ગુજરાતી, ગામના સરપંચ, આગેવાનો, પ્રોગ્રામ ઓફિસર, સી.ડી.પી.ઓ., સુપરવાઇઝર, આંગણવાડી વર્કર, હેલ્પર અને લાભાર્થી વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિસાવદરના મોટા કોટડા ગામે નવનિર્મિત સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનો પ્રારંભ વિસાવદરના મોટા કોટડા ગામે નવનિર્મિત સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મનરેગા યોજના હેઠળ તૈયાર કરાયેલા આ સ્માર્ટ આંગણવાડીમાં નાના ભૂલકાઓ જ્ઞાન સાથે ગમ્મત કરી શકે તેવા ચિત્રો-ચાર્ટ તૈયાર કરવામાં આવ્યાં છે.
જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખના સતત માર્ગદર્શન અન દેખરેખ હેઠળ તૈયારી થયેલી આ સ્માર્ટ આંગણવાડીમાં નાના ભૂલકાઓને સાનુકૂળ વાતાવરણ મળી રહે તે તેવા ધ્યેય સાથે આ આંગણવાડી તૈયાર કરવામાં આવી છે. આ સ્માર્ટ આંગણવાડીના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમખ વિપુલભાઈ કાવાણી, સરપંચ, આગેવાનો, પ્રોગ્રામ ઓફિસર, સી.ડી.પી.ઓ, સુપરવાઇઝર, આંગણવાડી વર્કર, હેલ્પર અને લાભાર્થી વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.