ભવનાથ ખાતે આવેલ તળપદા કોળી સમાજની વાડીમાં ઈ-એફઆઈઆર સીટી પોર્ટલ એપ્લીકેશનની માહિતી આપવા કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે આવેલા તળપદા કોળી સમાજની વાડીમાં ગઈકાલે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસની સીટીઝન પોર્ટલ ઓનલાઈન ઈ-એફઆઈઆર સીટીઝન ફસ્ટ એપ્લીકેશન અંતર્ગત આવતી ૧૪ જેટલી સેવાઓની માહિતી આપવા માટેનો કાર્યક્રમ જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તળપદા કોળી જ્ઞાતિની જગ્યામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રમુખ ભુપતભાઈ ડાભી, મહામંત્રી મનુભાઈ સોલંકી, ખિમભાઈ કટેસીયા, સોમાભાઈ ભાલીયા, જગ્યાના મેનેજર પપ્પુભાઈ મેર, ્‌ડોળી મંડળ એસોસીએશના પ્રમુખ રમેશભાઈ બાવળીયા, ભવનાથ પોલીસ સ્ટેશનના રાજુભાઈ ઉપાધ્યાય, અશ્વિનભાઈ, સીડાભાઈ, રામદેવભાઈ, જયોતિબેન, જયાબેન, અપેક્ષાબેન, સુસ્મીતાબેન તથા ભવનાથના વેપારી અને રહેવાસીઓ હાજર રહ્યા હતા. આ એપની સંપૂર્ણ માહિતી સાયબરક્રાઈમના પીએસઆઈ પ્રતિક મશરૂએ આપી હતી અને એપના ૧૪ જેટલા ફાયદાઓ અંગે માહિતી અપાઈ હતી. ભવનાથ પોલીસ સ્ટેશના પીએસઆઈ ચુડાસમાએ ઉપસ્થિત રહેવા બદલ દરેકનો આભાર માન્યો હતો.

error: Content is protected !!